ગર્લ્સ હાઈસ્કૂલની 300 છાત્રાઓ અંગ્રેજીના શિક્ષક દોઢ વર્ષથી ન હોવાને કારણે આંદોલનના માર્ગે
ડીસાની ગર્લ્સ હાઈસ્કૂલની ૩૦૦ છાત્રાનું પ્રદર્શન દોઢ વર્ષથી ધો.૧૧-૧રના અંગ્રેજીના શિક્ષક ન હોવાથી પાલિકામાં ધરણાં
ડીસા, ડીસા નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં છેલ્લા દોઢ વર્ષથી અંગ્રેજી વિષયના શિક્ષક વગર વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. ડીસામાં નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ આવેલી છે. જેમાં ધો.૧૧ અને ૧ર કોમર્સ-આટર્સમાં અંદાજિત ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
પરંતુ આ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે અંગ્રેજી માધ્યમના શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી નથી. જેથી ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનું ૧ર મું ધોરણ પુરું થવા આવ્યું છતાં પણ સંચાલક મંડળ અંગ્રેજી ભણાવી શકે તેવા શિક્ષકની વ્યવસ્થા કરી શકયું નથી. જેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે.
વિદ્યાર્થિનીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રએ તેમની વાત ધ્યાને ન લેતા કંટાળેલી વિદ્યાર્થિનીઓએ અને શિક્ષણ સમિતિના ચેરમેનને ઉગ્ર રજૂઆત કર્યા બાદ ધરણાં પર બેસી ગઈ હતી.છાત્રાઓએ ચીમકી આપી છે કે, શિક્ષક નહીં મૂકાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.