અમદાવાદના નવા RPO તરીકે અભિજીત શુકલાએ ચાર્જ સંભાળ્યો

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા રીજીયોનલ પાસપોર્ટ ઓફીસર આરપીઓ તરીકે અભિજીત શુકલાએ ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પેરીસ ખાતે એમ્બેસીમાં પણ કામ કરી ચુકયા છે. અને મ્યાનમારમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકેની ફરજ બજાવી ચૂકયા છે. તેમણે સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પાસપોર્ટની રેકોર્ડ બ્રેક અરજીઓ મળી છે.
અને તેની સામે પાસપોર્ટ ઈસ્યુ કરવાની સંખ્યા પણ વધારે છે. તેમણે જણાવ્યું કે, હાલમાં પેન્ડીગ પડેલી અરજીઓના નિકાલ કરવાના પ્રયાસો કરાઈ રહયા છે. આ ઉપરાંત સ્ટાફ વધારવા અંગે પણ ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
સર્વર સહીતની સમસ્યા પણ વહેલી તકે દૂર થશે. તેમણે પૂર્વ વિસ્તારમાં પીએસકે ખોલવા અંગે જણાવ્યું હતું કે, આ અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. પરંતુ વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.