Western Times News

Gujarati News

ધોલેરા SIR ફેઝ-1 નું 95 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Gujarat CM Dholera) ધોલેરા સ્પેશિયલ ઇન્‍વેસ્ટમેન્‍ટ રિજિયન (SIR) ની મુલાકાત લઇને ફેઝ-1 ના 22.54 કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં નિર્માણાધિન ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર વર્ક અને અન્ય પ્રોજેક્ટ્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધોલેરાને વર્લ્ડક્લાસ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોડેલ તરીકે વિકસાવવાના વિઝનને અનુરૂપ તૈયાર થઈ રહેલ આ ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની મુલાકાત બાદ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા હાથ ધરી હતી

તેમજ ફેઝ-1 નું 95 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા સેમીકંડક્ટર અને ડિસ્પ્લે ફેસેલિટીઝ તથા ગ્રીન હાઈડ્રોજન સહિતના નવા ક્ષેત્રોના ઉદ્યોગો માટે પણ ધોલેરામાં રહેલી વિપુલ સંભાવનાઓ અંગેની જાણકારી મેળવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.