Western Times News

Gujarati News

ફોજદારી કોર્ટ બાર એસોસિએશનમાં કિંગમેકરો બારના વ્યાપક હિતમાં સક્રિય નહીં થાય તો બારનું વહીવટીતંત્ર ખાંડે જવાની સંભાવનાની ચકચારમાં તથ્ય શું?!

કોરોના સમય વકીલોએ બાર કાઉન્સિલમાં બિલો મુકેલા તે ટ્‌લ્લે ચડી ગયા છે તેનું શું?! આવા તો અમદાવાદ બાર અને સ્મોલ કોઝ કોર્ટ બારના અનેક પ્રશ્નો છે પરંતુ પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા હોય તો તેવા ઉમેદવારો ચૂટવા જોઈએ વકીલ મતદારોની જાગૃતતા પર એ નિર્ભર છે!!

સમગ્ર ગુજરાતમાં વકીલોના બારની ચૂંટણીમાં કથિત સ્થાપિતહિતો સક્રિય થતા અને રાજકીય સ્થાપિતહિતો મેદાનમાં આવતા વકીલાતના વ્યવસાયિક મૂલ્યો ખતરામાં??!

તસવીર અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના સંકુલની છે! જ્યાં ફોજદારી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે! કેટલાક મતદારોનું માનવું છે કે ફોજદારી કોર્ટ બાર માં કથિત સ્થાપિતહિતોનું આધિપત્ય વધી ગયું છે અને વકીલોની સમસ્યાઓ હાસીયામાં ધકેલાઈ ગઈ છે !આ સત્ય હોય તો વકીલો વિચારે કે વકીલહિતમાં કોને મત આપવો જોઈએ?!

If the kingmakers in the Criminal Court Bar Association do not act in the wider interest of the Bar, what is the point in the speculation that the administration of the Bar is likely to go bankrupt?!

બીજી તસવીર અમદાવાદ સિવિલ અને સેસન્સ કોર્ટની છે, જ્યાં અમદાવાદ બાર અને સ્મોલ કોઝ કોર્ટ બાર કાર્યરત છે! અમદાવાદ બારના વકીલોના કેટલાક લાંબા ગાળાના પ્રશ્નો છે! કેટલાક ટૂંકા ગાળાની સમસ્યા છે! પરંતુ વકીલાતના વ્યવસાયમાં હાઇકોર્ટમાં રજૂઆતનું વજન પડે તેવા ઉમેદવાર ઊભા રહે ને ચૂંટાઈ એ જરૂરી છે! ત્યારે જોવાનું એ રહે છે કે વકીલ મતદારોમાંથી કોણ ચૂંટણી લડે છે અને કોણ જીતે છે?!

આજે દેશમાં ભૌતિક વિકાસની સાથે દુરાચાર, ભ્રષ્ટાચાર અને ગુનાનો વિકાસ થયો છે! તે લોકોને દેખાતું નથી! અને લોકો ધર્મ આધારિત રાજકારણમાં બધું ભૂલી જાય છે! એમ વકીલાત મતદારો સારા ન્યાય સંકુલમાં આધુનિક ટેકનોલોજી માં અંજાયા વગર ન્યાયક્ષેત્રમાં ગુણવત્તા જળવાઈ તે બાબતે કાળજી લેવી એ સમયની માંગ છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

“જે વ્યવસાય નાણા સિવાય કશું નથી કમાતો એ નબળો વ્યવસાય કહેવાય”!- હેનરી ફોર્ડ

અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ ફોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડ કહે છે કે ‘જે વ્યવસાય નાણાં સિવાય કશું નથી કમાતો એ નબળો વ્યવસાય કહેવાય’!! જ્યારે બ્રિટિશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસલે કહે છે કે “આ જગતનો સૌથી મજબૂત વ્યક્તિએ છે કે એકલો ઊભો રહી શકે”!! ન્યાયાધીશોની નીડરતા, ન્યાયાધીશોની નિષ્પક્ષતા, ન્યાયતંત્રની સ્વાતંત્રતા જેટલી અગત્યની છે

Dinesh Pandya, President

એટલી જ અગત્યતા વકીલ મંડળ ની ચૂંટણીમાં ઉમેદવાર ની પણ છે! ફોજદારી કોર્ટ બાર એસોસિએશન હોય કે અમદાવાદ બાર એસોસિયેશનની ચૂંટણી હોય કે હાઇકોર્ટ બારની ચૂંટણી હોય મિરઝાપુર ડીસ્ટ્રીક કોર્ટ બારની ચૂંટણી હોય પરંતુ વકીલ મંડળોની ચૂંટણીનો વ્યવસાયીકરણ થઈ ગયું હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ રહી છે! અને વકીલ મંડળને ચૂંટણી એ આજના વ્યવસાયિક રાજનેતાઓ એ રાજકીય કરી નાખી છે?!

તો કેટલાક સ્થાપિતહિતો ધરાવતા મનાતા વકીલ ઉમેદવારો વકીલોના પ્રશ્નો ઉકેલવા નહીં પોતાના પ્રશ્નો ઉકેલવા ઊભા રહે છે?! કોને ઊભા રખાય છે?! આજે ગુજરાતમાં આ માહોલ હોવાનું કહેવાય છે ત્યારે વકીલ મતદારો કોને મત આપશે!

ફોજદારી કોર્ટ એસોસિએશનમાં પ્રમુખ પદ માટે વ્યૂહાત્મક ચક્રવ્યુહ સાથે ખેલાઈ રહેલા ચૂંટણી જંગમાં પ્રમુખપદના ઉમેદવાર શ્રી દિનેશભાઈ પંડ્‌યા અને બારના શ્રી ભરતભાઈ શાહ વચ્ચે કાંટાળી ટક્કર જામશે?! કોણ વિજયની વરમાળા પહેરશે?! અને કોનો વરઘોડો પાછો આવશે?! જેવા વેધક પ્રશ્નો જ ચૂંટણીનું પરિણામ રસપ્રદ બનાવશે?!

Bharatbhai Shah

અમેરિકાના પ્રમુખ જોન એફ કેનેડીએ કહ્યું છે કે ‘બધા સમાન પ્રતિભાશાળી ન હોઈ શકે પણ પ્રતિભા વિકસાવાની તક તો બધાને સમાન જ હોવી જોઈએ’!! ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર કિંગમેકરો એ ચૂંટણી જંગ રસપ્રદ બનાવે છે! ફોજદારી બારમાં શ્રી દિનેશભાઈ પંડ્‌યા પ્રમુખ પદ પર ચૂંટણી જંગ ખેલી રહ્યા છે, તેઓ કર્મશીલ વ્યવસાયિક વકીલ છે!

ફોજદારી બારના વકીલોના વ્યવસાયિક સમસ્યાઓથી વાકેફ છે તેમની વકીલાત કાયદાકીય વિધ્વતાથી અને કાબિલથી ચાલે છે!! તેઓ અનુભવી એડવોકેટ છે. તેઓ બારના જાગૃત અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા એડવોકેટ છે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવાની ભાષાકીય ક્ષમતા ધરાવે છે! વકીલોના પ્રશ્નોના વાચસ્પતિ તરીકે ઓળખાય છે, તેમને છૂપો વ્યાપક ટેકો મળવાની સંભાવના છે એવું કહેવાય છે તેઓ કથિત ચેમ્બર પ્રેક્ટિસ કરવામાં માનતા નથી એવું પણ કહેવાય છે બાર અને બેન્ચ વચ્ચે સમતુલા જાળવીને પ્રશ્ન રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે એવી વકીલ મતદારોની માન્યતા છે, ત્યારે તેમનો પ્રચાર સત્તા પરિવર્તનનો ઇતિહાસ સર્જવામાં કેટલા સફળ થાય છે એ જોવાનું રહે છે!

Jagat Chowksi

ફોજદારી બાર ના વર્તમાન પ્રમુખ ભરતભાઈ શાહ પ્રમુખ પદ ઉપર પુનઃ ચૂંટણી લડી રહ્યા છે! તેઓ ચૂંટણીના ચાણક્ય છે, ચૂંટણીલક્ષી ચતુરાઈ દ્વારા તકને અંજામ આપવાની કાબિલેત ધરાવે છે! ગુજરાત બાર કાઉન્સિલના સભ્યશ્રી અનિલભાઈ કેલાનો સાથ હોય તો કોઈની તાકાત નથી કે ભરતભાઈ શાહને કોઈ હરાવી શકે?! કહેનારા તો ત્યાં સુધી કહેતા સંભળાય છે કે ભરતભાઈ શાહ વકીલાતના વ્યવસાયિક પ્રશ્નો મેજિસ્ટ્રેટો પાસેથી ઉકેલવાની આગવી ક્ષમતા ધરાવે છે

અને ફોજદારી બારના સભ્યો માં અને વકીલ મતદારોમાં તેમની આગવી વ્યૂહરચના તેમને વિજય અપાવશે એવું મનાય છે અથવા આજ હકીકત પડકારરૂપ સાબિત થશે એવું મનાય છે જો સિનિયર વકીલો જુનિયર વકીલોને જાગૃત કરશે તો શ્રી દિનેશભાઈ પંડ્‌યા અને શ્રી ભરતભાઈ શાહ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે એવું ચર્ચાય છે!! ત્યારે જોઈએ મતદારો કેટલી જવાબદારી પૂર્વક અને સમજ પૂર્વક મતદાન કરે છે?!

અમદાવાદ બારમાં પણ સક્ષમ વિચારશીલ અને કર્મશીલ ઉમેદવારોને ચૂંટવા તરફ જોક રહે એવી સંભાવના છે! કારણકે વકીલોના અનેક પ્રશ્નો ઉકેલવાની જરૂર છે.
પંડિત જવાહરલાલ નેહરૂ એ કહ્યું છે કે ‘આપણે કરી શકીએ એવા તો અનેક કાર્યો છે જરૂર છે માત્ર આંખો ખુલ્લી રાખવાની’!! અમદાવાદ બાર એસોસિએશનમાં રસપ્રદ ચૂંટણી જંકનો માહોલ જામ્યો છે અને અનેક ઉમેદવારો આ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે!

દરેક બારમાં કહેવાતા સ્થાપીહિતો માથાનો દુખાવો બની ગયા હોવાનું પણ ચર્ચાય છે! દરેક બારમાં સક્ષમ વકિલોના વાચસ્પતિ એવા ઉમેદવારોની જરૂર છે! અમદાવાદ બારમાં પ્રમુખ પદ ઉપરથી જગતભાઈ ચોકસી પુન પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે સર્વનો સાથ બારનો વિકાસ એવા સૂત્રો સાથે શ્રી જગતભઈ ચોકસી આગળ વધી રહ્યા છે!

તમામ જૂથોને એક રાખવાની ક્ષમતા કાબેલિયા તેમના છે કોઠાસૂઝ પણ છે પરંતુ વકીલોની કેટલીક સમસ્યાઓ ઉકેલવા સક્રિય નેતૃત્વ શ્રી જગતભઈ ચોકસી એ નિભાવવું પડશે!! જેમકે કોઈ સિટી સિવિલ કોર્ટમાં દાવો કરે છે ત્યારે પ્રાથમિક જે રૂપિયા ૧૦૦૦ અસીલોએ ભરવા પડે છે, પણ દાવો થાય ત્યારે સ્ટેમ્પ ડ્‌યુટીમાં આ રકમ વકીલો મજરે અપાવી શકતા નથી!! કોરોના સમય વકીલોએ બાર કાઉન્સિલમાં બિલો મુકેલા તે ટ્‌લ્લે ચડી ગયા છે તેનું શું?! આવા તો અમદાવાદ બાર અને સ્મોલ કોઝ કોર્ટ બારના અનેક પ્રશ્નો છે પરંતુ પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા હોય તો તેવા ઉમેદવારો ચૂટવા જોઈએ વકીલ મતદારોની જાગૃતતા પર એ નિર્ભર છે!!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.