Western Times News

Gujarati News

દર વર્ષે અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં 60 ટકા ગુજરાતીઃ પણ અમેરિકાથી ડાયરેક્ટ ફ્લાઈટ એક પણ નથી

અમદાવાદથી ડાયરેકટ હોવાથી હાલમાં ગુજરાતથી અમેરીકા જતા મુસાફરોની દિલ્હી, મુંબઈ બેગલોરની ફલાઈટ બદલવી પડે છે.

અમેરીકામાં પ૦થી લાખથી વધુ ભારતીયો અને તેમાં ૧૭ લાખથી વધુ ગુજરાતીઓ છે. અમેરીકાથી દર વર્ષે સરેરાશ બે લાખ ગુજરાતીઓ વતન આવતા હોય છે. આમ છતાં અમદાવાદથી અમેરીકા માટે ડાયરેકટર ફલાઈટ શા માટે કરવામં આવી રહી નથી તે પાછળનું કારણ સમજાતું નથી.

(એજન્સી)અમદાવાદ, લગ્નસરાની સાથે નોન રેસીડેન્ટ ઈન્ડીયન એનઆરઆઈની મોસમ પણ બરાબરની જામી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિદેશથી આવનારા મુસાફરોની સંખ્યામાં પણ રપ ટકા જેટલો વધારો જોવા મળી રહયો છે.

વિદેશથી આવતા મોટાભાગની એનઆરઆઈ અમેરીકાથી હોય છે. અમેરીકા અવરજવર કરતી કોઈ પણ ફલાઈટમાં સરેરાશ ૬૦ ટકા ગુજરાતીઓ જોવા મળે છે. આમ છતાં ગુજરાતથી અમેરીકા માટે કોઈ ડાયરેકટર ફલાઈટ નહી હોવાથી ગુજરાતીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે.

એરલાઈન્સ દ્વારા અવાર-નવાર મુંબઈ ન્યુયોર્ક, દિલ્હી, મિલાન,દિલ્હી,વીયેના દિલ્હી કોપે નેહગને ફલાઈટ શરૂ કરવામાં આવતી હોય છે.પરંતુ અમેરીકા માટે ડાયરેકટર ફલાઈટમાં અમદાવાદને નજરઅંદાજ કરવામાં આવે છે.

અમદાવાદથી ડાયરેકટ હોવાથી હાલમાં ગુજરાતથી અમેરીકા જતા મુસાફરોની દિલ્હી, મુંબઈ બેગલોરની ફલાઈટ બદલવી પડે છે. જેના કારણે સ્થિતીએ સર્જાય છે કે, આ એરપોર્ટ પહોચ્યા બાદ તેમને ઓછામાં ઓછા ૧૦-૧ર કલાક સુધી એરપોર્ટમાં બેસી રહેવા ફરજ પડતી હોય છે. આ એરપોર્ટથી જ અમેરીકા જવા ચેકઈન સીકયુરીટીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે ખાસ કરીને વૃદ્ધાને ભારે પરેશાની નડે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષે ર૦૦૭માં અમદાવાદથી અમેરીકી માટે ડાયરેકટ ફલાઈટ શરૂ કરાઈ હતી.પરંતુ ર૦૧રમાં તે બંધ કરાઈ હતી. આ પછી થોડા વર્ષે તે બંધ કરાઈ હતી. ફલાઈટ શરૂ તો કરાઈ ત કોવિડ કાળમાં બંધ કરી દેવામાં આવી હતી. કોરોના શબ્દ પણ હવે વિસરાઈ ગયો છે.પણ અમદાવાદથી અમેરીકા માટે ડાયરેકટર ફલાઈટ શરૂ કરવામાં આવી નથી.

અમેરીકાથી અમદાવાદનની ફલાઈટ માટે સ્લોટ હોવા છતાં ડાયરેકટ ફલાઈટ શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહયા છે. આ અંગે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન અમેરીકાના પ્રમુખે જણાવયું કે અમેરીકામાં પ૦થી લાખથી વધુ ભારતીયો અને તેમાં ૧૭ લાખથી વધુ ગુજરાતીઓ છે. અમેરીકાથી દર વર્ષે સરેરાશ બે લાખ ગુજરાતીઓ વતન આવતા હોય છે.

આમ છતાં અમદાવાદથી અમેરીકા માટે ડાયરેકટર ફલાઈટ શા માટે કરવામં આવી રહી નથી તે પાછળનું કારણ સમજાતું નથી. હાલમાં હાલ ગુજરાતીઓને અમેરીકા જવા પહેલા દિલ્હી મુંબઈ પહોચવું પડે છે.

આ એરપોર્ટમાં કલાકો સુધી રાહ, લાંબી લાઈન સહીતની થકવી નાખનારી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફલાઈટમાં બેસવા મળે છે. અમદાવાદથી અમેરીકા જવા અનેકવાર રજુઆત કરી હોવા છતાં હજુ કોઈ નિકાલ આવ્યો નથી. આ મામલે સક્રીયતાથી પગલા લેવામાં આવે તો અમેરીકા અવરજવર કરતા ગુજરાતીઓને રાહત મળી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.