Western Times News

Gujarati News

DPS સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપર માનસિક ત્રાસ ગુજારાતો હોવાનો આક્ષેપ

અમદાવાદ: હીરાપુર સ્થિત ડીએસપી ચાલુ થયા પછી પણ વિવાદ પુરો થયો નથી. આ સ્કુલમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓના વાલીઓમાં બે ભાગ પડી ગયા છે. આ બંને ગ્રુપના વાલીઓ દ્વારા આજે અલગ અલગ સ્થળે મીટીગ કરવામાં આવી હતી. કોઈપણ સંજાગોમાં સ્કુલ ચાલુ રહેવી જાઈએ તેવું માનતાં વાલીઓએ આગામી દિવસોમાં પોતાના સંતાનો પાસે વડાપ્રધાનને પત્ર કે પોસ્ટકાર્ડ લખાવીને સ્કુલ ચાલુ રાખવા વિનંતી કરાવવાનું નકકી કર્યું છે. આ ઉપરાંત ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી ઉકેલ ન આવે તો કોર્ટનો આશરો લેવાની તૈયારી પણ શરૂ કરી હોવાની વિગતો બહાર આવી છે.અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે એવો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.


આ ઉપરાંત ઈન્ટર્નલ માર્કસ પણ ઓછા આપવાની ધમકી આપવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. શનિવારે મળેલી વાલીઓની બેઠક બાદ આજે ફરી વખત વાલીઓ એક સુત્ર થઈ આગામી રણનીતિ ઘડવાના છે. ખાસ કરીને ડીપીએસ સ્કુલ ચાલુ રાખવા માટે વાલીઓ મક્કમ છે.

ડીપીએસમાં સરકારે હસ્તક્ષેપ કર્યા બાદ હાલ વિધાર્થીઓએ અભ્યાસ શરૂ કરી દીધો છે. પરંતુ વાલીઓમાં હવે સ્કુલ ચાલુ રહેશે કે કેમ ? તેની દહેશત ઘર કરી ગઈ છે. વાલીઓમાં હવે સ્કુલ ચાલુ રહેશે કે કેમ ? તેની દહેશત ઘર કરી ગઈ છે. વાલીઓમાં સ્કુલ ચાલુ જ રહેવી જાઈએ તેવું માનતાં અને સ્કુલ ચાલુ ન રહે તો કોઈ વાંધો નહી બાળકોને બીજી સ્કુલમાં ટ્રાન્સફર કરાવી દઈશું તેમ માનતાં વાલીઓમાં હાલ બે ભાગ પડી ગયા છે. વાલીઓના બંને ગ્રુપે અલગ અલગ બેઠક કરીને આગળની રણનીતી તૈયાર કરવા પ્રયાસ કર્યો હતો.

સ્કુલ ચાલુ રાખવી જાઈએ તેવું માનતાં વાલીઓએ આગામી દિવસોમાં બાળકો એટલે કે પોતાના સંતાનો પાસે વડાપ્રધાનને પત્ર લખીને કોઈપણ સંજાગોમાં સ્કુલ ચાલુ રહે તેની રજુઆત કરવાનું નકકી કરાયું છે. સેન્ટ્રલ બોર્ડની સ્કુલની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોવાથી વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે. વાલીઓમાં કહેવા પ્રમાણે કોઈપણ સંજાગોમાં સ્કુલ ચાલુ રહેવી જાઈએ આ માટે સરકાર પર દબાણ લાવવા ઉપરાંત ડિસેમ્બરના અંત સુધીમાં સરકાર સ્કુલ ચાલુરાખવા માટે યોગ્ય કાર્યવાહી કે નિર્ણય ન કરે તો જરૂર પડે કોર્ટમાં રીટ કરવાની તૈયારી પણ કરવાનું નકકી કરાયું હતું.

વાલીઓને આજની બેઠકમાં પોસ્ટરની વહેચણી પણ કરી હતી. બીજીબાજુ કેટલાક વાલીઓના બીજા ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં સ્કુલ ચાલુ ન રહે તો …ડીસેમ્બર પછી જ પોતાના સંતાનને અન્ય સ્કુલમાં ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરવાનું નકકી કરાયું હતું. આમ, હવે આગામી દિવસોમાં ડિપીએસનો વિવાદ વધુને વધુ ગીફટ બને તેવી સ્થિતી ઉભી થઈ રહી છે.

ડીપીએસ સ્કુલમાં વધુને વધુ વિવાદ સર્જાઈ રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હવે આ મુદ્દે વાલીઓ એકસુત્ર થઈ રહ્યા છે. શાળા બંધ કરાવવા માટે એક વ્યવસ્થિત  પ્રયાસો શરૂ થઈ રહ્યા છે. જેની સામે વાલીઓ સ્કુલ બંધ ન થાય એ માટે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. જા કે કેટલાંક વાલીઓએ પોતાના બાળકોને અન્ય સ્કુલોમાં ટ્રાન્સફર કરવાની તૈયારીઓ શરૂ કરી છે પરંતુ મોટાભાગના વાલીઓ આ સ્કુલમાં જ પોતાના બાળકોનો અભ્યાસ ચાલુ રાખવા માંગણી કરી રહ્યા છે.

સ્કુલ બંધ કરાવવા માટે અવનવા પેંતરા કરવામાં આવી રહ્યા છે. અને વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસ ઓછા આપવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલેં જ નહીંં પરંતુ વિદ્યાર્થીઓને અન્ય સ્કુલોમાં ટ્રાન્સફર થઈ જવાનું દબાણ કરવામાં આવી રહ્યુ છે. આ પરિÂસ્થતિને પગલે હવે વાલીઓ આક્રમક બન્યા છે. અને આગામી રણનીતિ ઘડવા માટે સવારથી જ વાલીઓ એકત્ર થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.