Western Times News

Gujarati News

સાબરમતીમાં ઓજારો વહેંચવાની બાબતે ઝગડો થતા ટોળકીએ યુવાનને પતાવી દીધો

અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં (Sabarmati Police Station area, Ahmedabad) આવતાં વિસ્તારમાં પરપ્રાંતિય મજુરો વચ્ચે બિલ્ડીગ કામના ઓજારો વહેચવાની બાબતે સમાન્ય ઝઘડો થયો હતો જેની અદાવત રાખી પાચથી સાત જેટલા હથિયાર બંધ શખ્શો યુવાન પર તુટી પડ્યા હતા.  બાદમા તેના પર પથ્થરમારો કરી ગડદાપાડુ માર મારતા યુવાનો ઘરના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજતા (Youth died after quarrel with other workers at Construction site) ચકચાર ફેલાઈ છે. બબાલની જાણ થતા લોકો એકત્ર થતા હુમલાખોર તુરત ત્યાથી ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસને જાણ થતા જ તેમણે હત્યાનો ગુનો નોધી તમામ શખ્શોને ઝડપી લેવા માટે કાર્યવાહી આદરી છે બીજી તરફ સામાન્ય બાબતે થયેલા ઝઘડાના પરીણામો આવતા અન્ય મજુરો પણ ગભરાઈ ગયા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સાબરમતી રેલ્વે એથ્લેટીક ગ્રાઉન્ડ સાબરમતી ખાતે હાઈ સ્પીડ રેલ્વે ટર્મીનલ પ્રોજેક્ટનુ (High speed railway terminal project construction work at Railway ground sabarmati) કામ ચાલુ છે જેના પગલે આ સ્થળે જ મોટી સંખ્યા પરપ્રાંતિય મજુરો રહે છે અને અલગ અલગ શિફટમાં કામ કરે છે. રવિવારે સવારે ખાનગી કંપનીના ટાઈમ કીપર રોહીત પ્રસાદે તમામ મજુરકામની વહેચણી કરી હતી. વિધાચલસિહ નામના યુવાન સિવિલ ફોરમેન અને મુનશી તરીકે કામ કરતાં સનાઉલ શેખ વચ્ચે ઓજારો વહેચવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જા કે અન્ય કારીગરો વચ્ચે પડીને બંનેને શાત કરીને છુટા પાડ્યા હતા.

બાદમાં આશરે સાડા આઠ વાગ્યાના સુમારે સનાઉલ શેખ, મહોમદ શેખ, શુભાકર મંડલ, રાજુ અકરમ શેખ, સંજય તપેશ મંડળ, ભેગા મળીને હાથમાં લોખડની પાઈપો તથા અન્ય હથિયારો લઈને આવ્યા હતા અને રેલવે ટર્મિનલના પ્રોજેક્ટમાથી જગ્યાએ કામ કરી રહેલા વિધાચલસિહની પાછળ દોડ્યા હતા જેથી જીવ બચાવવા વિદ્યાચલ સિઘ ભાગતા તમામ શખ્શો તેની પીછા ેકરી પથ્થર મારો કર્યો હતો. ધવાયેલા વિદ્યાચલ સિઘ પર બાદમા તમામ હુમલાખોરો પાઈપો જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા અને આડેધડ મારમાર્યો હતો ઉપરાંત તેને ગડદાપાડુનો પણ માર માર્યો હતો.

દરમિયાન ભારે હોબાળો થતા જ અન્ય મજુરો પણ એ તરફ એકત્રિત થતા તમામ હુમલાખોરો રેલ્વે ટ્રેક તરફ ભાગી છુટ્યા હતા. જ્યારે માથા સહીત શહીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા વિધાચલસિઘને તાત્કાલીક હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો સાબરમતી પોલીસને જાણ થતા જ તેમણે તમામ બંગાળના રહેવાસી હુમલાખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.