Western Times News

Gujarati News

CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે મતદાન કર્યું

ગુજરાતની રપ બેઠકો માટે આજે મતદાનઃ ર૬૬ ઉમેદવારો મેદાનમાં-વડાપ્રધાન મોદીએ રાણીપ અને અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યુ

(એજન્સી)અમદાવાદ, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં અમદાવાદ શહેરની બે સહિત રાજ્યની રપ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે  સવારે ૭ઃ૦૦થી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી મતદાન યોજાઈ હતી. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

રાજ્યના તમામ મતદાન મથક પર ઈવીએમ અને વીવીપેટ સહિતની મતદાનને લગતી સામગ્રી પણ પહોંચાડી દેવામાં આવી છે. PM Narendra Modi casts his vote in Gujarat’s Ahmedabad along with HM Amit Shah.

ચૂંટણી મેદાનમાં ૧૯ મહિલા ઉમેદવારો સહિત કુલ ર૬૬ ઉમેદવાર છે. મતદાન પહેલાં જ સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. હાલ અંતિમ ઘડીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. Union HM and senior BJP leader Amit Shah is the party’s candidate from the Gandhinagar Lok Sabha seat. Congress has fielded its party secretary Sonal Patel from Gandhinagar.

રપ લોકસભા બેડકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી નવસારી, વલસાડનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 મેની રાત્રે મતદાન કરવા ગુજરાત પહોંચ્યા હતા. રાજભવન ખાતે રાત્રિના આરામ બાદ PM મોદીએ સવારે અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ પહેલાં તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ લખ્યું છે કે હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે. રાણીપની નિશાન સ્કૂલ ખાતે પીએમ મોદી સવારે ૭ઃ૩૦ વાગ્યે મતદાન કરશે. મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે નવ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા.

આજે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કડક સુરક્ષા હેઠળ પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન મથક પર ગયા હતા.

પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાર છે જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ મતદાન કર્યુ હતું.  અમિત શાહ નારણપુરા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કર્યુ હતું.

રાજ્યમાં કુલ પ૦,૬૭૭ મતદાન મથક પૈકી ગ્રામ્ય વિસ્તારમાં ૩૩,૪૭પ મતદાન મથક છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ૧૭,ર૦ર મતદાર મથક આવેલા છે. રાજ્યમાં ૧૧૦ મતદાન મથક એવા છે જ્યાં મતદાન મથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો ગ્રાઉન્ડફલોર પર આવેલા છે.

રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ એલઈડીવાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી માહિતી માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોન્સ્ટ્રેશન સહિતની બાબતોથી મતદારને અવગત કરાવવામાં આવ્યા છે.

ગત લોકસભા ચૂંટણીમાં પ૦ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરૂષો અને મહિલાઓના મતદાનનો તફાવત ૧૦ ટકાથી વધુ હોયફ તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો/વીડિયો તથા હો‹ડગસનું નિર્દેશક પણ આવી એલઈડીવાન પર કરવામાં આવ્યું છે.

લોકશાહીના મહાપર્વને સુપેરે પાર પાડનારા કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાના આધારસ્તંભ સમાન છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ સહિત અંદાજે ૪,પ૦,૦૦૦નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં પપ,૮૦૦થી વધુ પ્રિસાઈડીંગ ઓફિસર્સ, ૧.૬૭ લાખથી વધુ પોલિંગ ઓફિસર્સ,

૬૩૦૦થી વધુ સેકટર ઓફિસર અને પર૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્યમાં ૧.ર૦ લાખ જેટલું પોલીસ દળ ફરજ બજાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.