Western Times News

Gujarati News

૧૫ કરોડના ખર્ચે બનેલી ચાર્લી ફિલ્મે ૧૦૨.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

મુંબઈ, ગયા વર્ષે ‘૭૭૭ ચાર્લી’ નામની કન્નડ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ મૂવીમાં કોઈ એક્શન કે રોમાન્સ પણ નહોતુ પરંતુ આ ઈમોશનલ કહાની વાળી મૂવીએ સૌનું દિલ જીતી લીધુ છે. જેમાં રક્ષિત શેટ્ટીએ લીડ રોલ નિભાવ્યો હતો.

તેની કહાનીને એ રીતે પિરસવામાં આવી હતી કે જાેનારની આંખોમાંથી આંસૂ છલકી પડ્યા હતા. ૭૭૭ ચાર્લી માણસ અને જાનવર વચ્ચેના સંબંધ પર બનેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે.

જેમાં દર્શાવાયુ છે કે જ્યારે એકલા રહેનાર ધર્મા (રક્ષિત શેટ્ટી) ની લાઈફમાં પેટ ની એન્ટ્રી થાય છે તો કેવી રીતે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.

રિલીઝ બાદ ૭૭૭ ચાર્લી બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. ફિલ્મને દર્શકો પાસેથી ખૂબ પ્રેમ મળ્યો કે મેકર્સ માલામાલ થઈ ગયા હતા. મૂવીએ ખર્ચ કરતા ૭ ગણી વધારે કમાણી કરી હતી.

રિપોર્ટ અનુસાર રક્ષિત શેટ્ટીની ફિલ્મને ખૂબ ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી. તેનો ખર્ચ માત્ર ૧૫ કરોડ રૂપિયા હતો.

રિલીઝ બાદ ૭૭૭ ચાર્લીએ સમગ્ર દુનિયામાં બોક્સ ઓફિસ પર ૧૦૨.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે મેકર્સને સતત ૭ ગણો વધુ ફાયદો થયો હતો. હવે તમે રક્ષિત શેટ્ટીની ફિલ્મ ૭૭૭ ચાર્લી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જાેઈ શકો છો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.