Western Times News

Gujarati News

ફંડ મેળવવા કોંગ્રેસ ડોનેટ ફોર દેશ અભિયાન ચલાવશે

નવી દિલ્હી, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી.

આ અભિયાન એક ક્રાઉડ ફન્ડિંગ અભિયાન છે. તેની શરૂઆત ૧૮ ડિસેમ્બરથી શરૂ થશે. વેણુગોપાલે દાવો કર્યો કે આ સૌથી મોટું ક્રાઉડફન્ડિંગ અભિયાન હશે. કે.સી.વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસને તેના ઓનલાઈન ક્રાઉડ ફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશને લોન્ચ કરવાની જાહેરાત કરતાં ગર્વ થાય છે.

આ પહેલ ૧૯૨૦-૨૧માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. આ અભિયાનને સત્તાવાર રીતે ૧૮ ડિસેમ્બરે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા શરૂ કરાશે.

અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા ૧૩૮૦ રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.