Western Times News

Gujarati News

ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ ૧૦૦ ગાડીને એન્ટ્રી અપાશે

રાજકોટ, ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો ર્નિણય કર્યો છે.

વિગતો મુજબ હવે ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ ૧૦૦ ગાડીને એન્ટ્રી અપાશે. મહત્વનું છે કે, આ ર્નિણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે.

રાજકોટમાં ડુંગળીની આવકને લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી આ ર્નિણય લેવાયો છે. જેથી હવે ડુંગળી વેંચવા યાર્ડમાં દરરોજ ૧૦૦ ગાડીને એન્ટ્રી અપાશે.

નોંધનિય છે કે, ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેને લઈ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી.

આ તરફ જૂનાગઢના વિસાવદરમાં ડુંગળની સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ સાથે હવે દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે. જેને લઈ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઉંચા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.