Western Times News

Gujarati News

બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલવે લાઈન બ્રોડગેડમાં રૂપાંતરિત

ડાંગ, બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલવે લાઈનને બ્રોડગેડમાં રૂપાંતરિત કરવા સાથે સાપુતારા થઈ શિરડીના મનમાડ સુધી નવી રેલવે લાઈન માટે સર્વે કરવામાં આવ્યો છે. રેલવેના અધિકારીઓએ સર્વેનો ડિટેઈલ રિપોર્ટ રેલવે મંત્રાલયને મોકલી આપ્યો છે.

આ પ્રોજેક્ટ બાદ હવે આગામી સમયમાં બીલીમોરા-વઘઈ રૂટને બોડગેજ કરવા સાથે મનમાડ સુધી નવી લાઈન નાંખવામાં આવશે.

સાપુતારાથી શિરડી સુધી રેલવે લાઈન નાંખવામાંથી હિલસ્ટેશનના નયનરમ્ય દ્રશ્ય સાથે શિરડી જતા ભક્તો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે.

બીલીમોરા-વઘઈ વચ્ચે ૬૫.૫૦કિલોમીટર લાંબી નેરોગેજ લાઈન કાર્યરત છે. હવે રેલવે લાઈનને બોડગેજમાં રૂપાંતરિત કરીને વથઈથી સાપુતારાથી શિરડી નજીકના મનમાડ સુધી નવી રેલવે લાઈન નાંખવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ અંગેનો ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરીને દિલ્હી મોકલાવી દીધો છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.