Western Times News

Gujarati News

હાર્ટ એટેક અને હવે ૩ વર્ષમાં ગાદી ખસી જવાના કિસ્સામાં ૩૦થી ૩૫ ટકાનો વધારો

અમદાવાદ, કોવિડ પછી આપણી જીવનશૈલીમાં ખાસું એવું પરિવર્તન આવ્યું છે. જાેકે તેની સાથે બીમારીઓએ પણ ઘર કરવાનું શરૂ કર્યું છે, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, ડાયાબિટીસના કિસ્સાઓ તો બાજુમાં રહ્યા, હવે હવે કમરની ગાદી ખસી જવાના કેસ પણ ખૂબ વધી ગયા છે. છેલ્લા ૩ વર્ષમાં ગાદી ખસી જવાના કિસ્સામાં ૩૦થી ૩૫ ટકાનો વધારો થયો છે.

તાજેતરમાં જ ૪૦૦ થી વધુ દર્દીઓ પર અભ્યાસ હાથ ધરાયો છે, જેમાં જાણવા મળ્યું છે કે કોવિડ પછી લોકોમાં કમરની ગાદી ખસી જવાની સમસ્યામાં ધરખમ વધારો જાેવા મળ્યો છે.

કોરોના પહેલાં ૪૫થી ૬૦ વયજૂથના ૩૦ ટકા દર્દીઓમાં જ જાેવા મળતી હતી, પરંતુ હવે આ દર્દીઓનું પ્રમાણ ૬૫ ટકા જેટલું થઈ ગયું છે. જે ચિંતા ઉપજાવનારુ છે.

એથીય વધુ ચિંતા એ વાતની છે કે હવે ૪૫થી ૬૦ વર્ષના દર્દીઓ વધુ આવી રહ્યા છે અને કેટલાક કિસ્સામાં તો ૧૮થી ૨૫ વર્ષના યુવકોને પણ સ્લીપ ડિસ્કના પ્રશ્નો સર્જાય છે અને ઘણાને તો ઓપરેટ પણ કરવા પડી રહ્યા છે.

સ્લીપ ડિસ્ક કે કરોડરજ્જૂના દુખાવા અને ગાદી ખસી જવા પાછળના કારણો અંગે સ્પાઇન એન્ડોસ્કોપિસ્ટ ડોક્ટર આગમ ગાર્ગિયાએ નીચે મુજબની માહિતી આપી છે.

ગાદી ખસવાના કારણોમાં વર્કફ્રોમ હોમમાં બેદરકારી, ખોટા પોશ્ચરમાં સૂતા સૂતા કામ, વિટામીનની ઉણપ, ખરાબ ઈટીંગ હેબિટ, પેકેજ્ડ ફૂડ ખાવુ, વેજીટેબલ, ફ્રૂટ્‌સ, પ્રોટીનની ઉણપ, હેવી વેઈટ લિફ્ટીંગ, ટ્રાવેલિંગમાં જર્ક લાગવા તેમજ ખરાબ રસ્તાઓ પણ કારણભૂત છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.