ગોધરામાં સંવેદનશીલ વિસ્તારની RAFએ મુલાકાત લીધી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રેપીડ ટાસ્ક ફોર્સ દ્વારા ગોધરા શહેરના બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ અધિકારી અને ટીમ સાથે મુલાકાત કરી સમગ્ર વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે આરએએફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં જયારે અચાનક જરૂરિયાત ઉભી થાય એવા સંજોગોમાં સરળતા થી પહોંચી કાયદો વ્યવસ્થા જાળવવા માટે મદદરૂપ થઈ શકાય એ માટે સમયાંતરે મુલાકાત લેવામાં આવતી હોય છે. ૧૦૦ વાહિની રેપિડ ટાસ્ક ફોર્સ ગુજરાત અમદાવાદ દ્વારા એક ટીમ ને જિલ્લો-ગોધરા (પંચમહાલ) (સંવેદનશીલ) ના માર્ગદર્શન/નિર્દેશા હેઠળ ૧૦૦ બહિની રેપિડ ટાસ્ક ફોર્સ, અમદાવાદ,
ગુજરાતની સહાયક પ્લાટૂન કમાન્ડન્ટ રાજેશ કુમાર તિવારીના નેતૃત્વ હેઠળ ૧૬ થી ૨૨ ડિસેમ્બર સુધી ગુજરાતમાં પરિચયની કવાયત માટે મોકલવામાં આવી છે. પરિચય કવાયત માટે નિયુક્ત કરાયેલી પ્લાટૂનનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને મળવાનો અને જિલ્લાના સંવેદનશીલ/ સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવાનો અને વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવોને મળવાનો છે. ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એ. આર. પલાસ સાથે મુલાકાત કરી પોલીસ મથક વિસ્તારની જાણકારી મેળવી હતી.