દાઉદ કરાંચીની જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં આખો માળ સીલ કરી દેવાયો છે
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે? અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, દાઉદની તબિયત લથડવાનું કારણ ઝેર
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે અફવાઓ ફેલાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની તબિયત બગડ્યા બાદ તેને પાકિસ્તાનમાં કરાંચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપ્રમાણિત અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, દાઉદની તબિયત લથડવાનું કારણ ઝેર છે. ૬૫ વર્ષીય ભાગેડુ ઘણા વર્ષોથી દુનિયાભરની એજન્સીઓથી બચીને કરાચીમાં રહે છે. Dawood Ibrahim, India’s most wanted, in Karachi hospital, floor sealed: Sources
દાઉદ ઈબ્રાહિમને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને હોસ્પિટલની અંદર કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહ્યો છે અને તે તેના ફ્લોર પર એકમાત્ર દર્દી છે. તેઓએ કહ્યું કે માત્ર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેના નજીકના પરિવારના સભ્યો જ ફ્લોર સુધી પહોંચે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક દાઉદ ઈબ્રાહિમ સંગઠિત અપરાધ, આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી સહિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જાડાયેલો છે. તે ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. આ ગમખ્વાર બ્લાસ્ટમાં ૨૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘાયલ થયા હતા. દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવાની પરિસ્થિતિમાં ઘણાં રહસ્ય છૂપાયેલા હોય તેમ છે.
કારણ કે, પાકિસ્તાની અધિકારીઓએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. એવી અટકળો છે કે, તેની તબિયત અચાનક બગડવાનું કારણ ઝેર હોઈ શકે છે, આના કારણે રહસ્ય વધારે ઘેરું બન્યું છે. નોંધનીય છે કે, દાઉદ ઈબ્રાહિમ દાયકાઓથી ફરાર છે. પાકિસ્તાનમાં તેનું ઠેકાણું સુરક્ષિત છે. અંડરવર્લ્ડ ડોને કથિત રીતે કરાચીમાં આશ્રય મેળવ્યો છે, જ્યાં તે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી માટે આંતરરાષ્ટ્રિય ય કાયદા અમલીકરણ એજન્સીઓથી છૂપાવવામાં સફળ રહ્યો છે.
અગાઉના મીડિયા અહેવાલો સૂચવે છે કે, દાઉદ ઇબ્રાહિમ, એક સમયે મુંબઈનો અંડરવર્લ્ડ ડોન હતો અને હવે તેને સ્વાસ્થ્ય સંબંધિત અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. થોડો સમય પહેલા દાઇદને ગેંગરીન થયુ હોવાની પણ બાતમી હતી. જેના કારણે કરાંચીની હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા. જા કે, તેના નજીકના સાથી છોટા શકીલે બે વર્ષ પહેલા આ વાતને નકારી દીધી હતી