Western Times News

Gujarati News

રમતાં રમતાં બે તરૂણો રેલવે ટ્રેક પર ચઢી ગયાઃ ટ્રેનની અડફેટે બંનેના મોત

પ્રતિકાત્મક

સુરત સચિન નજીક ટ્રેન અડફેટે બે તરૂણ મિત્રોનાં મોત

સુરત,  શહેરના સચિન વિસ્તારમાં રહેતા બે તરૂણો રમતા રમતા રેલ્વે ટ્રેક ઉપર પહોંચી ગયા હતા.ત્યારે આ બંને કોઈ ટ્રેનની અડફેટે ચડતા બંનેના કરૂણ મોત નિપજ્યા હતા.જયારે આ અંગે બન્ને પરિવારજનોને ખબર પડતા ત્યારે પરિવારમા અરેરાટી વ્યાપી ગઈ હતી.જયારે ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બને તરૂણોના મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત સાંજે સચિન સુડા સેક્ટર ખાતે રહેતો 13 વર્ષીય પ્રિન્સ રાજેશ્વર શર્મા અને સચિન હાઉસિંગ ખાતે રહેતો 14 વર્ષીય લોકેશ સંતોષ કુમાર યાદવ ગત સાંજે સચિન ખાતે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી ગયા હતા.આ ગમખ્વાર અકસ્માત ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા બને તરૂણોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

પોલીસે બન્ને મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યા બન્ને પરિવારજનો પણ દોડી આવ્યા હતા.પોસ્ટ માર્ટમ રૂમ ઉપર પરિવારના સભ્યો આક્રંદ કરતા જોવા મળ્યાં હતા.આ સિવાય હાલમાં એવું જાણવા મળ્યું હતું કે આ બને તરૂણો રમતા રમતા રેલ્વે ટ્રેક ઉપર પહોંચી ગયા હતા અને કોઈ ટ્રેનની અડફેટે ચડી ગયા હતા.જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.