યુવકે બાળકીને વડાપાઉની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
સુરત, સુરતના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાવ ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે નરાધમ બાળકી ને લઈ જતો હતો. ત્યારે એક કામદાર તેને જાેઈ ગયો હતો.
બાળકી ગુમ થતા માતાપિતા શોધખોળ કરતા હતા. તે દરમ્યાન ખાડી કિનારે આ નરાધમ યુવક બાળકી સાથે બદકામ કરે તે પહેલા જ માતા પિતા અને સ્થાનિકો પહોંચી જતા નરાધમના ચૂંગાલમાંથી બાળકીને છોડાવી નરાધમ આરોપીને પોલીસ હવાલે કર્યો હતો.
સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તાર ના લસકાણા વિસ્તાર માં પાંચ વર્ષીય બાળકી બપોર ના સમયે ફુગ્ગો લેવા દુકાને ગઈ હતી.તે દરમ્યાન એક ઈસમ દુકાને આવ્યો હતો અને બાળકીને વડાપાવ ખવડાવવાની લાલચ આપી લઈ ગયો હતો.
આ યુવક બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે લઈ ગયો હતો. જ્યારે આ ઈસમ બાળકી ને લઈ જતો હતો.ત્યારે એક કામદાર પણ તેમને જાેઈ ગયો હતો. અહીંયા બાળકી ગુમ થઈ જતા પરિવારે શોધખોળ આદરી હતી. અને ઘર પાસે આવેલી દુકાને પૂછતાં એક ઈસમ કારખાનાના પાછળના ભાગે લઈ ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું.
દુકાનદારની વાત સાંભળી માતાપિતા ને અજુગતું થયા ની ફાળ પડી હતી. જેથી તાત્કાલીક કારખાના તરફ ગયા હતા. જ્યાં મારુતિ નગર માં.પૂછપરછ કરતા એક કામદારે ખાદી કિનારે એક ઈસમ બાળકીને લઈને ગયો હોવાનું જણાવ્યું હતું.
પરિવાર ખાડી કિનારે પહોંચ્યો. ત્યારે બાળકી સાથે ખાડી કિનારે આ યુવક કપડાં કાઢી અડપલાં કરતો હતો.જાેકે પરિવાર ને જાેઈ જતા નરાધમ યુવક ખાડી માં કૂદી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકો અને પરિવારે નરાધમ યુવક ને બહાર કાઢી બરાબર નો મેથી પાક આપ્યો હતો ત્યારબાદ સરથાણા પોલીસ ને જાણ કરી હતી.
ત્યારબાદ પોલીસે આરોપી ની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમનું નામ મિથલેશ રાજુ શાહ હોવાનું જણાવ્યું હતું. અને તે લૂમ્સ ના મશીન માં કામ કરે છે..બાળકી ને એકલી જાેઈ બદકામ કરવાના ઇરાદે બાળકી ને લઈ ગયો હતો. પરિવાર સમયસર પહોંચી જતા પાંચ વર્ષીય બાળકી પિંખાતા બચી ગઈ હતી. SS3SS