RTOમાં વર્ષાે જૂના કોમ્પ્યુટરો હોવાને કારણે સર્વર ખોટકાવાની સમસ્યા!

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં વાહનના લાઈસન્સની કામગીરી થતા સારથી સર્વરમાં ટેકનીકલ એરર આવતાં આજે એકાદ કલાક બાદ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચાં પાકાં લાઈસન્સના અરજદારોને પરત જવું પડયું હતું.
લાયસન્સ લેવા માટે લાઈનમાં બે કલાક સુધી બેસી રહેલા અરજદારોને પરત જવાનો વારો આવ્યો હતો તે વખતે અરજદારોએ અધિકારીઓ સામે બળાપો કાઢયો હતો કે એક સપ્તાહમાં બે થી ત્રણ દિવસ સર્વર બંધ રહે છે તો અમારે નોકરી ધંધો મુકીને કેટલા દિવસ ધકકા ખાવા પડશે. જો કે અધિકારીઓએ આશ્વાસન આપીને અરજદારોને પરત મોકલ્યા હતા.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સર્વરમાં ખામીઓ આવવાને લીધે લાયસન્સ લેવા માટે આવનારને પરત જવાનો વારો આવી રહયો છે. સર્વરના લીધે એપોઈન્મેન્ટ હોવા છતાં જે લોકોના ડ્રાઈવીગ ટેસ્ટ લેવાયા નથી તેવા વાહન ચાલકો ચાલુ સપ્તાહમાં કામકાજના દિવસોમાં એપોઈન્ટમેન્ટ વગર ડ્રાઈવીગ ટેસ્ટ આપવા આવી શકે છે.
RTOના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લાઈસન્સ માટે વાપરવામાં આવી હતી અને ર૦ર૩ની સાલ ચાલી રહી છે. એટલે જયાં સુધી નવી સીસ્ટમ અને સોફટવેર અપગ્રેડ કરવામાં નહી આવે ત્યાં સુધી લાયસન્સમાં ધાંધીયા થવાના છે. આ માટે રાજય સરકાર અને વાહન વ્યવહાર કમીશ્નર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.