પાંચ સિંહ આવતા લોકોએ કરી મુકી બૂમાબૂમ
અમરેલી, દક્ષિણ સૌરાષ્ટ્રનાં જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ ગામડાઓ સુધી પહોચી ગયા છે. શિકારની શોધમાં રાત્રીનાં ગામડાની ગલીઓમાં સિંહ ફરતા જોવા મળે છે. તેમજ ગામમાં સિંહ આવી ચઢયાનાં વીડિયો વાયરલ થતા રહે છે. ધારીમાં આવેલ લાઇન પરામાં ૫ સિંહ આવતા ફફડાટ ફેલાયો હતો. અહીંનો વીડિયો વાયરલ થયો હતો.
ગીર વિસ્તારમાં આવેલા ધારી શહેરની હદ વિસ્તારમાં આવેલ લાઇન પરા વિસ્તારમાં રાત્રીના સમયે એક સિંહ પરિવાર શિકારની શોધમાં આવ્યો હતો.શેરીમાં ૫ સિંહ આવતા લોકોએ દરવાજા બંધ કરવાની બૂમાબૂમ કરી હતી. આ સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. ધારી શહેર ધમધતુ શહેર છે, છતાં શહેરમાં આવેલ લાઇન પરા વિસ્તારમાં અવારનવાર શિકારની શોધમાં સિંહ આવતા હોય છે.
ત્યારે વધુ એક વખત રેવન્યુ વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં આવ્યા હતો. શિકારની શોધમાં સિંહ આવતા લાઇન પરા વિસ્તારમાં રખડતા પશુઓમાં દોડધામ મચી ગઇ હતી. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ શિકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. સિંહ જંગલનાં સીમાડા વટાવીને ગામડા સુધી પહોચી ગયા છે અને પશુઓનો શિકાર કરતા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે.SS1MS