Western Times News

Gujarati News

યુ.કેના વિઝા આપવાના નામે એક કરોડથી વધુની છેતરપિંડી

સુરત, નોકરી વાંચ્છુક પાસેથી યુકેના વિઝા અપાવવાના નામે રૂપિયા ૧.૦૫ કરોડ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઊતરી ગયેલી બંટી બબલીની જોડી પૈકીના એક આરોપીની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ફરાર આરોપીની પત્નીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, બંટી-બબલીની જોડી કટ્ઠષ્ઠીર્હ્વર્ા ના માધ્યમ થકી નોકરી વાંચ્છુકને યુકેના વિઝા અપાવવાની લાલચ આપી સુરતના વેસુ સ્થિત ઓફિસે મળવા માટે બોલાવતા હતા. ત્યાં નોકરી વાંચ્છુક પાસેથી લેખિતમાં કરાર કરી ૧૫ લાખ રૂપિયા જેટલી રકમ નક્કી કરવામાં આવતી હતી. જે પૈકી પાંચ લાખ રૂપિયા જેટલી રકમ એડવાન્સ પેટે પડાવી લેવામાં આવતી હતી.

સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાચ્છુકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે એક કરોડથી વધુની રકમ બંટી-બબલીની જોડીએ ખંખેરી લીધા હતા.ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવ્યાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વેસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી.

Facebookના માધ્યમથી નોકરી વાંચ્છુકોનો સંપર્ક કરી યુ.કે ના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસે બોલાવવામાં આવતા હતા. જ્યાં બાંહેધરી કરાર લખાવી ૧૫ લાખ રૂપિયામાં યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી. જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હતા.

આ રીતે બંટી બબલી ની જોડીએ કુલ ૨૧ જેટલા નોકરી વાંચ્છુકો પાસેથી ૧.૦૫ કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુ.કે.ના વિઝા અપાવવાના નામે બંટી બબલી ની જોડી એ છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં પોતાની ઓફિસ બંધ કરી બંટી-બબલી ની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી-ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકો શેલને સોંપવામાં આવી હતી.

જે ગુનાની તપાસ કરી રહેલી ઇકો સેલ દ્વારા બંટી -બબલી ની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ઇકો શેલને માહિતી મળી હતી કે ,આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઇકો શેલને સફળતા મળી હતી. જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવ્યાનાખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.