Western Times News

Gujarati News

ઉન્નાવ રેપ કેસ: આરોપી કુલદીપ સેંગર દોષી જાહેર

નવી દિલ્હી, ઉન્નાવ રેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી જાહેર કર્યા છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહને નિર્દોષ જાહેર કરી દીધા છે. શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગરની પાસે લઈને ગઈ હતી જે બાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. સજા પર દલીલ 19 ડિસેમ્બરે થશે.

તીસ હજારી કોર્ટે CBIને પણ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો. કોર્ટે કહ્યુ કે અમે પીડિતાની મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યુ કે ગેંગરેપ વાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવામાં એક વર્ષ કેમ લગાવ્યુ?

તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગરને કલમ 120 બી, 363, 366, 376 અને POCSO હેઠળ દોષી ઠેરવ્યા છે.  આ કેસમાં કુલ 5 FIR નોંધવામાં આવી છે, જેમાંથી એક પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બાકીમાં અત્યારે પણ સુનાવણી આ કોર્ટમાં ચાલી રહી છે જેમાં પીડિતાના પિતાની કસ્ટડીમાં મોત થઈ, માર્ગ દુર્ઘટનામાં તેમના પરિવારથી મારવામાં આવેલી બે મહિલા અને પીડિતાની સાથે કરવામાં આવેલા ગેંગરેપ અને તેમના કાકા વિરૂદ્ધ કથિતરીતે ખોટા કેસ નોંધાવવા સાથેના કેસ સામેલ છે.  જૂન 2017માં કુલદીપ સિંહ સેંગરે પીડિતાનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તે સગીર હતી. યુપીના બાંગરમઉથી ચાર બારના ધારાસભ્ય સેંગરને ઓગસ્ટ 2019માં ભાજપમાંથી બરખાસ્ત કરી દેવાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.