Western Times News

Gujarati News

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલના ગ્રામજનો રોડ પર ઉતર્યા : ત્રણ કલાકમાં ૧૫ કીમી વાહનોની કતાર લાગી 

(તસ્વીરઃ-જીત ત્રિવેદી, ભિલોડા)

અરવલ્લી:અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવ નં.૮ ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત 93 કી.મી.ના અંતરમાં 9 જેટલા ફ્લાયઓવર, 9 અંડર બ્રિજ અને 13 જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે. શામળાજી પંથકના સિક્સલેન રોડ પર આવેલા ગામડાઓના લોકો વારંવાર ચકકજામ કરી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરતા નેશનલ હાઈવે ઑથોરિટી, વહીવટી તંત્ર અને શામળાજી પોલીસતંત્રને પરેડ કરાવી રહ્યા છે વારંવાર ને.હા.નં-૮ પર અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારના લોકો રોડ ચક્કાજામ કરતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે

શામળાજી નજીક ને.હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ નજીક  અણસોલ ગામના ગ્રામજનો હાઈવે નજીક શાળા આવેલી હોવાના પગલે અને હાઈવે રોડ પરથી પસાર થતા વાહનચાલકો પૂર ઝડપે વાહનો હંકારતા હોવાથી છાસવારે અકસ્માતની ઘાટનો બનતી હોવાથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને જીવને જોખમ ઉભું થતા અણસોલ નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું સતત વાહનોથી ધમધમતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર ત્રણ કલાકથી વધુ ચક્કાજામ કરતા ૧૫ કીમી જેટલી વાહનોની લાંબી કતારો જામતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાઈવે પર લોકોએ કરેલ ચક્કાજામ સમજાવટ થી દૂર કરાવવાનો પ્રયત્ન કરતા ગ્રામજનોએ વારંવાર થતા અકસ્માતના પગલે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી તંત્રમાં લેખિત રજૂઆતની માંગ પર અડગ રહેતા ભિલોડા મામલતદારે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા એન.એચ.એ.આઈ માં રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા છેવટે ગ્રામજનોએ ચક્કાજામ દૂર કરતા પોલીસતંત્રએ ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો

ચક્કાજામ કરનાર લોકોના જણાવ્યા અનુસાર અણસોલ  પાટિયા નજીક એક મહિનામાં ૫ થી વધુ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે આજુબાજુના અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે અનેક નિર્દોષ રાહદારીઓ અને  આજુબાજુના ગ્રામજનો માટે પણ અકસ્માત ઝોન બની રહેતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગણી સંતોષવામાં નહિ આવેતો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.