તલોદની વ્હાઈટ કોલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી

તલોદ, તલોદના હરસોલ પાસે એક ખાનગી કંપનીમાં આગની ઘટના મોડી રાત્રી દરમિયાન બની હતી. આગની ઘટનાને પગલે મોડાસા ફાયર બ્રિગેડને કોલ અપાતા ફાયરની એક બાદ એક ત્રણ ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
મગફળીના ભૂસામાંથી વ્હાઈટ કોલ બનાવવાની ફેક્ટરી હોવાને લઈ બેદરકારી દાખવવામાં આવતા આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યુ છે.
સાબરકાંઠા જિલ્લાના તલાદ તાલુકામાં આગની ઘટના સોમવારે મોડી રાત્રે સર્જાઈ હતી. સ્થાનિકને બદલે મોડાસા ફાયર બ્રિગેડની ટીમને આગની ઘટનાનો કોલ આપવામાં આવ્યો હતો. જેને લઈ મોડાસા ફાયર બ્રિગેડની ૩ ટીમો રાત્રી દરમિયાન જ હરસોલ જવા માટે રવાના થઈ હતી.
હરસોલ વિસ્તારમાં આવેલ વ્હાઈટ કોલ બનાવવાની ખાનગી ફેક્ટરીમાં આગ લાગતા તેને બુઝાવવામાં આવી હતી. વહેલી સવારે આગને કાબૂમાં લેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.
રાત્રી દરમિયાન ફાયર ટીમોએ સતત પ્રયાસો બાદ આગને વહેલી સવારે કાબૂમાં લીધી હતી. મગફળીના ભૂંસામાંથી વ્હાઈટ કોલ તૈયાર કરવામાં આવતો હોય છે અને જે તૈયાર કરવો અને કોલનો સંગ્રહ કરવો એ જવાબદારી પૂર્ણ કાર્ય છે.
જેમાં બેદરકારી દાખવવાને પગલે આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું છે. સાથે જ સ્થાનિક સાબરકાંઠા જિલ્લા ફાયર અને ડિઝાસ્ટર પણ આ અંગે અંધરામાં રહ્યુ અને પાડોશી જિલ્લાની ફાયર ટીમને કોલ આપવાને લઈ પણ આશંકાઓના સવાલો થયા છે. SS3SS