Western Times News

Gujarati News

ગેરકાયદે કેમિકલ પાવડર ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઇ

ખેડા,  ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે. ખેડા પોલીસના એસઓજીએ સોમવારે એક ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ, પ્રતિબંધિત નશીલા પદાર્થનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જેનો સસ્તા નશા તરીકે દુરુપયોગ સમગ્ર મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યો હતો. વર્ષો બાદ ક્લોરલ હાઇડ્રેટનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસે સોમવારે નડિયાદ જીઆઇડીસીમાં રાસાયણિક રીએજન્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો અને ફેક્ટરી પરિસરમાં કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મુદ્દે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે.

સાથે જ આણંદ સહિત ગુજરાતના ઓછામાં ઓછા ત્રણ જિલ્લાના તપાસકર્તાઓએ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ક્લોરલ હાઇડ્રેટની હેરફેર કરવામાં આવી હોવાની ધારણા પર કેસની તપાસ કરી રહ્યા છે.

ક્લોરલ હાઇડ્રેટક્લોરિન અને ઇથેનોલ દ્વારા એસિડિક દ્રાવણમાં ઉત્પન્ન થાય છે. ક્લોરલ હાઈડ્રાઇટને હાઇડ્રોલિસિસ કરી વિઘટીત કરાય છે. વિઘટીત થયેલું દ્રવ્ય અત્યંત નશાકારક બને છે.
પહેલા ક્લોરલ હાઇડ્રેટ મેડિકલ સારવારમાં બેભાન કરવામાં વપરાતું હતું.જાે કે વર્ષ ૧૯૯૧માં તેના પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.