Western Times News

Gujarati News

30 મિનિટ મોબાઈલનો ઉપયોગ ઘટાડશો તો માનસીક આરોગ્ય સુધરશે

પ્રતિકાત્મક

જર્મનીની રૂહર યુનિવર્સિટીના મેન્ટલ હેલ્થ સેન્ટર દ્વારા હાથ ધરાયેલા સર્વે અને કેટલાંક પ્રયોગ બાદ તારણ જાહેર કરાયું

(એજન્સી)લંડન, દરરોજ સોશીયલ મીડીયાના વપરાશમાં ફકત ૩૦ મીનીટનો ઘટાડો કરવાથી તમારું માનસીક આરોગ્ય સુધરશે, તમે ખુશખુશાલ રહેશો અને પોતાની જોબ સંપૂણ પ્રરતીબદ્ધતાથી કર્યાનો સંપૂર્ણ સંતોષ મળશે એમ તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો હતો.

અલબત્ત આજે સોશીયલ મીડીયા લોકોના દૈનિક જીવનનો એક અતૂટ હિસ્સો બની ગયો છે તેમ છતાં તેના વધુ પડતા ઉપયોગના કારણે માનસીક આરોગ્ય ઉપર નકારાત્મક અસર પડે છે. અને જયારે યુઝર્સ ઓનલાઈન નથી હોતાં ત્યારે તેમનેસતત એક પ્રકારનો ભય સતાવી રહયો હોય છે. સોશીયલ મીડીયા ઉપર એવું કઈક થઈ રહયું છે. જેને તે જોવાનું કે વાંચવાનું ચુકી ગયા છે.

લોકો જયારે પોતાની ક્ષમતા કરતાં વધુ સમય માટે પોતાનું કામ કરતાં હોય છો ત્યારે તેઓ સોશીંયલ મીડીયાનો ઉપયોગ કરતાં નથી પરંતુ તે સાથે તેમના દિમાગમાં એવી લાગણી જરૂર ઉભી થાયછે. કે તેઓ સોશીયલ મીડીયા પર કઈક ચુકી ગયા છે. એમ જર્મનીના બોસમ ખાતે આવેલી રૂહર યુનિવસીટીના મેન્ટલ હેલ્થ રીસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટરના એસોસીએટ પ્રોફેસર જુલીયા બૈલોસ્કૈયાએ કહયું હતું. જોકે આજે તો લિંકઈન જેવી વેબસાઈટ એવી પણ તક પુરી પાડે છે

તકે તમે તમારી વર્તમાન જોબથી કંટાળી ગયા છો તો, તમારા માટે અન્ય કંપનીઓમાં જોબ તૈયાર છે, પરંતુ યાદ રહે છે. કે વાસ્તવીક પરીસ્થિતીમાંથી છટકી જઈને સોશીયલ મીડીયાનો દુનિયામાં ડૂબી જવાથી થોડો સમય તો જરૂર સારું લાગે છે. પરંતુ તેમ કરવાથી સોશીયલ મીડીયાના વપરાશની બુરી આદત પણ લાગી શકે છે. જે વિપરીરત અસર પેદા કરે છે. એમ જુલીયાએ આ સર્વે બાદા પોતાનો અભિપ્રાય વ્યકત કરતાં કહયું હતું.

બિહેવીયર એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી નામના જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં આ સર્વે દરમ્યાન નિષ્ણાતોની ટીમે સોશીયલ મીડીયાના વધુ પડતા વપરાશ અને તેના ઓછા વપરાશ વચ્ચે શું સંબંધ રહેલો છે તે શોધી કાઢવા કેટલાંક પ્રયોગ પણ હાથ ધર્યા હતા.આ પ્રયોગમાં કુલ કુલ ૧૬૬ લોકોએ ભાગ લીધો હતો. જેમાં ઘણાં લોકો જુદા જુદા ક્ષેત્રમાં ફુલ ટાઈમ જોબ કરતાં હતા તો ઘણા લોકો પાર્ટ-ટાઈમ જોબ કરતાં હતા

અને તે તમામ દરરોજ પોતાના કામથી નવરાશ મળતાની સાથે દૈનિક ૩પ મીનીટ સોશીયલ મીડીયા ઉપર પોતાનો સમય પસાર કરતા હતા. ભાગ લેનારા લોકોને બે પૈકી એક ગ્રુપમાં અલગ તારવવામાં આવ્યા હતા. એક ગ્રૂપના લોલકોએ સોશીયલ મીડીયાના વપરાશમાં સાત દિવસ સુધી ૩૦ મીનીટનો ઘટાડો શરૂ કર્યો હતો.

આ સર્વેમાં ભાગ લેનારા લોકોને પ્રયોગ શરૂ કરતાં પહેલાં ઓનલાઈન પ્રશ્નોતરીના જવાબ આપવાનું કામ સોપવામાં આવ્યું હતું આ પ્રશ્નોતરીના જવાબ આપવાનું કામ સોપવામાં આવ્યું હતું. આ પ્રશ્નોતરીના જવાબો અપાઈ ગયાના બીજા દિવસે પ્રયોગ શરૂ કરાયો હતો અને એક સપ્તાહ બાદ તેઓએ પોતાની નોકરીના વર્કલોડ, જોબ સેટીસફેકશન કામ કર્યાનો સંતોષ માનસીક આરોગ્ય કામ પ્રત્યેની પ્રતીબદ્ધતા સ્ટ્રેસના લેવલ જેવી વિગતો પુરી પાડી હતી.

પ્રયોગ અને સર્વે બાદ જોવા મળ્યું કે જે લોકોએ પોતાના સોશીયલ મીડીયાના વપરાશમાં ફકત ૩૦ મીનીટનો ઘટાડો કર્યો હતો. તેઓએ પોતાના જોબ સેટીસફેકશનમાં ખુબ સુધારો કર્યો હતો. એટલું જ નહી પરંતુ તેના માનસીક આરોગ્યમાં પણ સુધારો થયેલો જોવા મળ્યો હતો. એમ જુલીયાએ કહયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.