કેનેડાના પીએમનું રાજીનામું કેમ માગી રહ્યા છે લોકો?
નવી દિલ્હી, નિજ્જરની હત્યા થઈ એ મુદ્દે ભારત પર ગંભીર આરોપો લગાવી રહેલા કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને હવે દેશવાસીઓને સપોર્ટ નથી મળી રહ્યો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરવે બાદ દેશના ૨ તૃતિયાંશ લોકો કહી રહ્યા છે કે હવે કેનેડિયન પીએમ તરીકે ટ્રુડોએ રાજીનામું જ આપવું જાેઈએ એવી વાતોએ જાેર પકડ્યું છે.
તમને જણાવી દઈએ કે ૨૦૨૫માં ચૂંટણી થવાની છે જેની પહેલાથી જ અત્યારે ટ્રુડોની મુશ્કેલીઓ વધી રહી હોય એમ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માર્કેટિંગ રિસર્ચ ફર્મ આઈપીએસઓએ સરવે રિલિઝ કર્યો છે. બીજાે સરવે નૈનોસ અને ત્રીજાે એઆરઆઈએ રિલિઝ કર્યો છે. જેમાં શું શું છે એના પર નજર કરીએ.
આ સર્વેના તારણો પર નજર કરીએ તો ૭૨ ટકા લોકો ઈચ્છે છે કે ટ્રુડો ૨૦૨૫ ચૂંટણી પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દે એવી માગ કરાઈ રહી છે. પરંતુ ૬૩ ટકા લોકોએ એવું પણ કહ્યું છે કે રાજીનામાની માગ વચ્ચે પણ ટ્રુડો તો તે નહીં આપે એવો દાવો કરી રહ્યા છે.
તેમને ખાતરી છે કે ટ્રુડો રાજીનામું માગવા છતા નહીં આપે. આની સાથે જ વિપક્ષી પાર્ટીની લીડને લઈને પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હવે આગળ આ તમામ સરવેમાં ટ્રુડોના લોકોને સમર્થનને લઈને ચર્ચાઓ થઈ રહી હતી.
જેમાં માત્ર ૨૧ ટકા લોકો જ ટ્રુડોને વડાપ્રધાન તરીકે આગળની ઈનિંગ રમતા જાેવા માગી રહ્યા છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલિવરેનાં સમર્થનમાં ૩૩ ટકા લોકો ઉતર્યા હતા. આની પહેલા સપ્ટેમ્બરમાં એક ઈપ્સોસ સરવે આવેલો જેમાં કહેવાયું હતું કે ૪૦ ટકા કેનેડિયન સિટિઝન વિપક્ષી નેતા પિયરે પોઈલિર્વેને વડાપ્રધાન તરીકે જાેવા માગે છે.
ત્યારે ટ્રુડોના સમર્થનમાં ૩૦ ટકા લોકો આવ્યા હતા જે આંકડાઓ અત્યારે થોડા નીચે આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટોરંટો વિશ્વવિદ્યાલયના રાજકીય વૈજ્ઞાનિક એન્ડ્ર્યૂ મેકડોગલે જણાવ્યું કે કેનેડામાં ઐતિહાસિક રીતે જાેઈએ તો સરકાર ૨ અથવા ૩ કાર્યકાળથી વધુ નથી ચાલતી. જસ્ટિન ટ્રુડોએ ૨૦૧૫માં કાર્યભાર સંભાળ્યો હતો.
દાવો કરાઈ રહ્યો છે કે કેનેડિયન લોકો આ સરકારથી થાકી ગયા છે અને તેઓ બદલાવ જાેવા માટે ઈચ્છી રહ્યા છે. આનો ફાયદો કંઝર્વેટિવ નેતા પિયરે પોઈલિર્વેને થઈ શકે છે. હવે આ બધામાં મુખ્ય કારણ જે સામે આવ્યું છે તે આર્થિક સંકટનું છે.
ઘર મોંઘા થઈ રહ્યા છે કોસ્ટ ઓફ લિવિંગ વધી રહ્યું છે. ઓવરઓલ ત્યાંની જનતા વધતી મોંઘવારીથી હેરાન પરેશાન થઈ ગઈ છે. મેકડોગલે જણાવ્યું કે આ બધા ઘણા મોટા મુદ્દાઓ છે અને આ કારણે જ સરકારને વોટર્સનો ગુસ્સો વેઠવો પડી રહ્યો છે.
૨૦૨૫ સુધી આ મુદ્દાઓમાં કોઈનું પણ સમાધાન થાય એ સંભવ નહોતું. ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે જસ્ટિન ટ્રુડોએ નિજ્જરના મર્ડરને રાજકીય ટૂલ તરીકે વાપર્યું છે કારણ કે દેશમાં તેની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૧માં પણ ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડાને પૂર્ણ બહુમત નહોતું મળ્યું.
તેમની પાર્ટીના ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહ ધાલીવાલની એન.ડી.પી નાં સમર્થન બાદ સરકાર બની હતી. અત્યારે પણ એન.ડી.પી ના મદદથી જ ટ્રુડો સરકાર ચાલી રહી છે. હવે મોંઘવારી, ભારત સાથે વિવાદ અને લોકોને હવે ચેન્જ જાેવો છે એ બધી બાબતો પર ધ્યાન રાખતા કેનેડામાં કોની સરકાર બનશે એ જાેવાજેવું રહેશે. SS1SS