Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નહી લડી શકે

નવી દિલ્હી, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે.

કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઈટ હાઉસની રેસમા સામેલ રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી દૂર કર્યા છે. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે ૧૪મા સુધારાની કલમ ૩નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે.

કોલોરાડો હાઈકોર્ટે તેના ૪-૩ બહુમતી ર્નિણયમાં કહ્યું કે, મોટાભાગની કોર્ટ માને છે કે ટ્રમ્પ ૧૪મા સુધારાની કલમ ૩ હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપનાર કોર્ટના તમામ જજાેની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.

કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના ર્નિણયને પલટીને આ આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે ટ્રમ્પે ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કેપિટલ (યુએસ સંસદ) પર હુમલા માટે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં કારણ કે તે સ્પષ્ટ નથી કે બંધારણની તે કલમ રાષ્ટ્રપતિ પદને આવરી લે છે કે કેમ.

હાઈકોર્ટે તેના ર્નિણય પર ૪ જાન્યુઆરી સુધી અથવા યુએસ સુપ્રીમ કોર્ટ આ મામલે ર્નિણય ન કરે ત્યાં સુધી સ્ટે આપ્યો હતો. આ ર્નિણય સાથે હવે યુએસ સુપ્રીમ કોર્ટ માટે એ ર્નિણય લેવો પડકારરૂપ બનશે કે શું ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ તરફથી નોમિનેશનની રેસમાં રહી શકે છે.

કોલોરાડોની અદાલતે પોતાના ર્નિણયમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્‌સના બંધારણના ૧૪મા સુધારાની કલમ ૩ હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. કોલોરાડોના છ મતદારોના જૂથે સપ્ટેમ્બરમાં ૨૦૨૪ માં ટ્રમ્પને રાજ્યમાં મતદાનમાં સામેલ થવાથી રોકવા માટે કેસ દાખલ કર્યો હતો.

જેમાં દાવો કર્યો હતો કે તેઓ બંધારણીય જાેગવાઈ દ્વારા પ્રતિબંધિત છે. કલમ ૩ હેઠળ ‘કોઈ વ્યક્તિ’ યુનાઇટેડ સ્ટેટ્‌સના અધિકારી તરીકે કામ કરશે નહીં જેણે અગાઉ ફેડરલ ઓફિસના શપથ લીધા હોય, યુનાઇટેડ સ્ટેટ્‌સ સામે ‘બળવો અથવા રાજદ્રોહમાં સામેલ’ હોય.

કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે તેમના સમર્થકોના ટોળાને યુએસ કેપિટલમાં તોફાનો કરવા માટે ઉશ્કરવામાં આવ્યા હતા જે બળવાનું કૃત્ય હતું. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.