Western Times News

Gujarati News

પહેલી એપ્રિલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ યાત્રા મોંઘી થશે

સુરત, આગામી પહેલી એપ્રિલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ યાત્રા મોંઘી થશે.ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરોની વાર્ષિક અવર જવર ૧૦ લાખને પાર પહોંચતા એએઆઇએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટને કલસ્ટર-૨માંથી કલસ્ટર-૧માં મૂક્યું છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કલસ્ટર-૧માં આવતા એરાએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરોની સાથે એરલાઇન્સોને અપાતી ફેસેલિટીઓના ચાર્જ વધાર્યા છે. આ વધારાના ચાર્જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એરલાઇન્સો થકી પેસેન્જરો પાસેથી વસૂલાત કરશે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુઝર્સ ડેવલોપમેન્ટ ફીમાં વધારો કરાયો છે. આ ઉપરાંત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એવિએશન સિક્યુરિટી ફી, પેસેન્જર સર્વિસ ફી અને કોમન યુઝર ટર્મિનલ ઇક્યુમેન્ટ ફી પણ પેસેન્જરો પાસે વસૂલાશે.

નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુઝર્સ ડેવલોપમેંટ ફી રૂ. ૧૦૦ વસૂલાતી હતી. જે હાલમાં નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૧૭૫ વસૂલાઈ રહી છે તેમજ અગામી નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૭૦૯ વસૂલાશે.

પેસેન્જર સર્વિસ ચાર્જ રૂ. ૮૩, કોમન યુઝર ટર્મિનલ ફી રૂ. ૫૦ અને એવિએશન સિક્યુરિટી ફી રૂ. ૨૩૪ વસૂલાશે. આમ, પહેલી એપ્રિલ, ૨૦૨૪થી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ થનારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરફેરમાં રૂ. ૫૫૦ સુધીનો વધારો દેખાશે.

એરલાઇન્સો માર્ચ મહિનાના એન્ડિંગથી જ પોતાની સિસ્ટમમાં એરફેરમાં વધારો કરશે અને પેસેન્જરો તે ચૂકવવા પડશે.

એરા અનુસાર ઉડાન યોજના અંતર્ગત ચાલતી ફ્લાઇટોના એરફેરમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં. સામાન્ય મુસાફરોને સસ્તા દરોમાં હવાઇ મુસા ફરી કરાવવાનો સરકારનો પ્રયાસ છે. તે સાથે પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે સરકાર યોજના અમલમાં મૂકી રહી છે.

આ યોજના સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ કરાતી કિશનગઢ, બેલગામી અને દિવની ફ્લાઇટોના એરફેરમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં થશે. આ ઉપરાંત અન્ય ખાનગી એરલાઇન્સથી ઓપરેટ થતી ફ્લાઇટોના એરફેરમાં રૂ. ૫૫૦ સુધીનો વધારો જાેવા મળશે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.