Western Times News

Gujarati News

બનાસકાંઠામાં રાત્રી વીજળી શેડ્યૂલથી ખેડૂતો પરેશાન

વડગામ, બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો રાત્રી દરમિયાન વીજળી મળવાને લઈ પરેશાન બન્યા છે. રાત્રી દરમિયાન કડકડતી ઠંડીમાં ખેતીમાં સિંચાઈ માટે ખેડૂતોએ ખેતરમાં જવા મજબૂર બન્યા છે. મજબૂર અને લાચાર જેવી સ્થિતિમાં કાતિલ ઠંડીમાં જગતનો તાત ખેતી કામ કરી રહ્યા છે.

વીજ તંત્રના અણધડ આયોજનને પગલે ખેડૂતોએ રાત્રે દરમિયાન ખેતરોમાં જવા માટે મજબૂર રહેવુ પડે છે. વાત બનાસકાંઠા જિલ્લાના વડગામની છે. વડગામ વિસ્તારમાં રાત્રી દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.

રાત્રી દરમિયાન જ વીજ તંત્ર દ્વારા વીજળી આપવામાં આવે છે. જેને લઈ ખેડૂતોને માટે સમસ્યા સર્જાઈ રહી છે. હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે, આવી ઠંડીમાં ખેડૂતોએ રાત્રે ૧૦ થી સવારના ૬ વાગ્ય સુધીના વીજળી શેડ્યૂલમાં પાકને પાણી આપવા માટે જવુ પડે છે.

રાત્રી દરમિયાન કડકડતી ઠંડીમાં પરેશાની સાથે જંગલી જાનવરોનો પણ ડર રહેતો હોય છે. આવી સ્થિતિમાં ખેડૂતોની માંગ છે કે, વીજળી દિવસે આપવામાં આવે તો મોટી રાહત સર્જાય છે. આ મામલે કિસાન સંઘ દ્વારા વડગામ વિસ્તારમાં રેલી યોજીની તંત્રની અણધડ નીતિ વિરોધ કર્યો હતો. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.