કોલસો, પેટ્રોલ, ડિઝલ, ગેસના યુગના અંતનો આરંભ થઈ ચૂક્યો છે
ફોસિલ ફ્યુલ્સનો વપરાશ ઉત્તરોત્તર ઓછા કરતાં જવો અને ઉર્જાના અન્ય વિકલ્પોને અપનાવતા જવું તે મામલે ઐતિહાસિક કરાર
તો ૩૦ નવેમ્બરે, દુબઈમાં શરૂ થયેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ અથવા તો કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ઓફ યુએનએફસીસીસી (ટૂંકમાં સીઓપી-૨૮) ૧૨ ડિસેમ્બરે પૂરી થઈ . ગ્લોબલ વો‹મગની વિશ્વવ્યાપી પોલિસીના મુદ્દે દુનિયાભરના દેશો સહમત થાય અને સૌ એકજ રાગ આલાપે તેવા ઉદ્દેશ સાથે ૧૯૯૨થી આ વાર્ષિક કોન્ફરન્સ યોજાય છે. આ વખતની સમિટ ખૂબ મહત્વની ગણાઈ છે, The end of the era of coal, petrol, diesel, gas has already begun
કેમ કે ફોસિલ ફ્યુલ્સનો વપરાશ ઉત્તરોત્ત ઓછા કરતાં જવો અને ઉર્જાના અન્ય વિકલ્પોને વધુ ને વધુ અપનાવતા જવું તે મામલે ઐતિહાસિક કરાર થયો છે. કોલસો, પેટ્રોલ, ડિઝલ, નેચરલ ગેસ જેવા ઉર્જાના સ્ત્રોત – કે જે ધરતીના પેટાળમાં ધરબાયેલા છે અને જેના જોરે આખી દુનિયા ચાલે છે – તે સૌ ફોસિલ ફ્યુલ કહેવાય છે.
લગભગ ત્રણ દાયકાથી ક્લાયમેટ ચેન્જના મામલે વિશ્વભરની સરકારો વચ્ચે જાતજાતની વાટાઘાટો ચાલ્યા કરતી હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે કોઈ કાણાને કાણો કહેવા તૈયાર નહોતું. ગ્લોબલ વારેમિંગનું પાયાનું કારણ ફોસિલ ફ્યુલના દહનને કારણે પેદા થતો વાયુ યા તો પ્રદૂષણ છે, પણ હરામ બરાબર આ મુદ્દાની નિખાલસ ચર્ચા થતી હોય તો. સચ્ચાઈથી ક્યાં સુધી દૂર રહી શકાય? આ વખતની સમિટમાં પણ ફોસિલ ફ્યુલને ‘ફેઝ આઉટ’ કરવાના મુદ્દે ઘણા દેશોએ સામસામી બાંયો ચઢાવી હતી.
આમાં એક બાજુ, નેચરલી, ગલ્ફ દેશો હતા કે જેમના અર્થતંત્રો પેટ્રોલ-ડીઝલના જોરે જ ફૂલ્યાફાલ્યા છે. તોય સમિટ પૂરી થઈ ત્યાં સુધી સૌ સહમતીના સ્તર સુધી પહોંચી ગયા. યુનાઈટેડ નેશન્સ આ કરારને ફોસિલ ફ્યુલના યુગના અંતની શરુઆત તરીકે વર્ણવે છે. મજાની વાત એ છે કે આ સમિટના યજમાન દેશ બીજો કોઈ નહીં, પણ યુએઈ હતો.
જે વાતે ૧૯૫ દેશો સહમત થયા છે તે આછે ઃ એવરેજ ગ્લોબલ હીટીંગ ૧.૫ ડિગ્રી સેÂલ્સયસ કરતાં વધે નહીં તે માટે ફોસિલ ફ્યુલનો વપરાશ તબક્કાવાર ઘટાડતાં જવો.
એવી એનર્જી સિસ્ટમ વિકસાવવી કે જેને કારણે પર્યાવરણ માટે અતિ હાનિકારક એવા ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ નું ઉત્સર્જન ૨૦૩૦ના વર્ષ સુધીમાં ૪૩ ટકા અને ૨૦૩૫ના વર્ષ સુધીમાં ૬૦ ટકા જેટલું ઘટી જાય. બીજા શબ્દોમાં, સીએનજી ગેસ ઈમિશનનું લેવલ ઘટાડીને ૨૦૧૯માં જે સ્તર પર હતું ત્યાં સુધી ખેંચી લાવવું તેવું સર્વાનુમતે નક્કી થયું છે.
સમિટના ભાગ લેનાર દેશોને આગ્રહ કરવામાં આવ્યો છે કે ૨૦૩૦ સુધીમાં તમારી રિયુએબલ એનર્જીનું ઉત્પાદન ત્રણ ગણું કરી નાંખજો. કોલસો-નેચરલ ગેસ-પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડવાના પ્રયત્નોમાં ઘણા દેશોની ઈકોનોમીને વધારે પડતો માર પડવાનો છે. આર્થિક રીતે કાચા પડતા આવા દેશોને મદદ કરવા માટે લોસ એન્ડ ડેમેજ ફન્ડ ઉભું કરવામાં આવશે.
અત્યાર સુધીમાં આ ધનરાશિ ઓલરેડી ૭૯૦ મિલિયન ડોલરને સ્પર્શી ગઈ છે. જો કે જેટલી રકમની ખરેખરી જરૂર પડવાની છે એનો આ એક ટકો પણ નથી. અંદાજ એવો છે કે પ્રતિવર્ષ ૧૦૦થી ૪૦૦ બિલિયન ડોલરની જરુર પડવાની છે. દુનિયામાં સૌથી વધારે પ્રદૂષણ પેદા કરતો કોઈ દેશ હોય તો તે અમેરિકા છે. તેથી લોસ એન્ડ ડેમેજફન્ટમાં સૌથી વધારે ફાળો પણ અમેરિકાએ જ આપવાનો થશે.
આ વખતે પહેલીવાર એવું બન્યું કે ફાયનલ દસ્તાવેજમાં ‘ફોસિસ ફ્યુલ’ શબ્દો વપરાયા હોય! યુએન એન્વાર્યમેન્ટ પ્રોગ્રામના એઝિક્યુટિવ ડિરેક્ટર ઈન્ગર એન્ડરસન કહે છે, આ જે કરાર થયો છે તે પરફેક્ટ તો નથી, પણ એક વાત બિલકુલ સ્પષ્ટ છે, આપણને ફોસિલ ફ્યુલ્સ વાપરવાની જે હાનિકારક આદત પડી ગઈ છે તે છોડવી જ પડશે તે વાત દુનિયાનો કોઈ દેશ ઈન્કાર કરતો નથી.
દેખીતું છે ૨૦૨૩નું વર્ષ જે રીતે ઋતુઓની સેળભેળ થઈ ગઈ છે, જે રીતે ઠંડા દેશો સુદ્ધામાં પણ ઉષ્ણતા વધી રહી છે, નદીઓ ગમે ત્યારે ગાંડી થાય છે ને પૂર આવે છે, જે રીતે ધરતીકંપો અને ભૂસ્ખલનો થાય છે, તેનો માર આખી દુનિયાને પડ્યો છે.
સીઓપી-૨૮માં આ વખતે ફોસિલ ફ્યુલ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ વિક્રમી માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. – લગભગ ૨૪૫૬. સાઉદી એરેબિયા અને અન્ય દેશોએ તોય જીદ કરીને ફાયનલ એગ્રીમેન્ટમાં કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ ની કલમ ધરાર ઉમેરાવી જ છે. આના અર્થ એ થયો કે તેઓ ફોસિલ ફ્યુલનું ઉત્પાદન ચાલુ રાખી શકશે પણ તેમાંથી પેદા થતાં ગ્રીન હાઉસ ગેસીસને વાતાવરણમાં ભળતા અટકાવીને
આધુનિક ટેકનોલોજી દ્વારા ‘કેપ્ચર’ કરી તેનો નાશ કરવામાં આવશે. કેટલાય નિષ્ણાતો આ ટેકનોલોજીને ખતરનાક ગણાવે છે. એમનો સ્પષ્ટ મત છેઃ હાનિકારક વાયુનું ઉત્સર્જન જ ન થવું જોઈએ. પિરીયડ. ખેર સીઓપી-૨૮ માં જે થયું ને જેટલું થયું તે સારું જ છે. હવે જોવાનું એ છે કે કરારનો અમલ કેટલી ગંભીરતાથી થાય છે.