તાપસી પન્નુ લંડનના રસ્તાઓ પર સ્ટેચ્યૂ બનીને ઊભી રહી
મુંબઈ, તાપસી પન્નુ માત્ર સાઉથ સિનેમામાં જ નહીં પરંતુ બોલિવૂડના દર્શકોમાં પણ પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે બેક ટુ બેક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું અને લોકોને તેના કામથી ચાહકો બનાવ્યા.
તાપસી હવે શાહરૂખ ખાન, વિકી કૌશલ અભિનીત ‘ડંકી’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તાપસી એક પંજાબી યુવતીની ભૂમિકામાં જાેવા મળશે, જે કુશ્તીના દાવ-પેંચ પણ જાણે છે. હવે અભિનેત્રીએ તાજેતરમાં જ ફિલ્મમાં તેના રોલ વિશે ખુલીને વાત કરી અને તેની સાથે તેણે ફિલ્મ સાથે જાેડાયેલા તેના અનુભવો પણ શેર કર્યા.
આ સિવાય તાપસીએ પોતાની સાથે જાેડાયેલી એક રસપ્રદ ઘટના પણ જણાવી. ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન તાપસીની એક તસવીર બતાવવામાં આવે છે. આ તસવીરમાં તાપસી પન્નુ લંડનના રસ્તાઓ પર સ્ટેચ્યૂ બનીને ઊભી છે. તાપસીએ ફોટો જાેતાની સાથે જ તેને તેની સાથે જાેડાયેલી એક ફની સ્ટોરી યાદ આવી, જે તેણે શેર કરી.
તાપસી કહે છે કે આ તસવીર સાથે જાેડાયેલી એક ખૂબ જ યાદગાર ક્ષણ છે. જેના વિશે તે જણાવવા માંગે છે અને તેણે આ વાત કહેતાની સાથે જ અભિનેત્રીએ આ તસવીર સાથે જાેડાયેલી એક ફની સ્ટોરી કહેવાનું શરૂ કર્યું. અભિનેત્રીએ કહ્યું કે, તમને જણાવી દઈએ કે આ ફોટામાં જે સ્ટેચ્યૂ દેખાય છે, તે હું છું. મને તૈયાર કરીને ત્યાંના સર્કિટમાં ઊભી રાખવામાં આવી હતી.
તસવીરમાં હું એક પેટીની ઉપર ઊભી છું અને આ દરમિયાન તે બોક્સ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેથી મને પૈસા મળતા રહે. હું ત્યાં જીવંત પ્રતિમાની જેમ ઊભી હતી. કેમેરો રોલ થઇ રહ્યો હતો, પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને ખબર ન હતી કે અહીં શૂટિંગ ચાલી રહ્યું છે.
લોકોને લાગ્યું કે હું ભિખારી છું અને તેઓ ખરેખર આવીને પૈસા આપવા લાગ્યા. તાપસીએ આગળ કહ્યું- ‘કારણ કે, અમે બધા ડરી ગયા હતા કે જાે લોકોને ખબર પડી કે અહીં શૂટિંગ ચાલી રહ્યું છે, તો તેઓ ડરી જશે અથવા ભીડ એકઠી થઈ જશે.
તેથી તેના વિશે કોઈને કહેવામાં આવ્યું ન હતું. મતલબ કે અહીં શૂટિંગ થઈ રહ્યું છે તેની કોઈને જાણ નહોતી. મને લાગે છે કે મેં તે દિવસે થોડા પાઉન્ડ કમાવ્યા હતા.’ શાહરૂખ ખાન પણ આનો ફની જવાબ આપે છે અને કહે છે- બેશક, આનાથી પ્રોડ્યુસર પણ ઘણા ખુશ થયા હશે. SS1SS