ઉજજવલા યોજનામાં છેતરપીંડી થઇ રહી છે : કેગ
નવીદિલ્હી: વડાપ્રધાન ઉજજવલા યોજના મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી ગેસ કનેકશન આપવામાં આવે છે સરકારના જાવા અનુસાર દેશના આઠ કરોડ પરિવારોને તેનો લાભ મળી ચુકયો છે જા કે હવે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ)એ આ યોજનાને લઇને સવાલ ઉભા કર્યા છે.
કેગના રિપોર્ટ અનુસાર ઉજજવલા યોજનાનો વ્યાપક દુરૂપોયગ થઇ રહ્યો છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જરૂરીયાતમંદોને નહીં પરંતુ આ યોજનાનો લાભ તે લોકોને મળી રહ્યો છે જેમને જરૂરત નથી કેગે કહ્યું કે એસપીજી ગેસના નિરંતર ઉપયોગને પ્રોત્સાહિત કરવાની એક મોટો પડકાર છે કારણ કે લાભાર્થીઓની વાર્ષિક સરેરાશ રિફિલ ખર્ચમાં ધટાડો આવ્યો છે. ગત વર્ષ રિપોર્ટ અનુસાર યોજના હેઠળ જે ૧.૯૩ કરોડ ગ્રાહકોને કનેકશન આપવામાં આવ્યું હતું તેમાંથી એક ગ્રાહક વાર્ષિક ૩.૬૬ એલપીજી જ રિલિફ કરાવે છે.
કેગના રિપોર્ટ અનુસાર સોફટવેયરમાં ગડબડીને કારણે ૧૮ વર્ષથી ઓછી ઉમરના લોકોને ૮૦ હજાર કનેકશન જારી કરવાની મંજુરી આપવામાં આવી છે આ રીતે ૮.૫૯ લાખ કનેકશન તે લાભાર્થીઓને જારી કરવામાં આવ્યા હતાં. જે વસ્તીગણતરીના ૨૦૧૧ના આંકડા અનુસાર સગીર હતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યોજના હેઠળ આવનારા ૧૩.૯૬ લાખ ગ્રાહકો અને એક મહીનામાં ૩થી ૪૧ સુધી એલપીજી સિલેન્ડર રિફિલ કરાવી રહ્યાં છે જયારે ઇડેન અને એચપીસીએલના આંકડા અનુસાર ૩.૪૪ લાખ એવા ગ્રાહકોનો માલો પણ સામે આવ્યો છે જયાં એક દિવસમાં ૨થી ૨૦ એલપીજી સિલેન્ડર રિફિલ કરાવી રહ્યાં છે જયારે તેનનું કનેકશન એક સિલેન્ડર વાળુ છે.