Western Times News

Gujarati News

ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં નવા વિક્રમ સ્થપાશે

અમદાવાદ: ઊંઝા ખાતે તા.૧૮મીથી ૨૨ ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞ યોજાવવાનો છે. આ મહાયજ્ઞ ૮૦૦ વીઘા જમીન પર થવાનો છે. યજ્ઞ માટે ૨૪ વીઘા જમીન પર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. વાસના લાકડામાંથી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં હાજરી આપવા આવનારા ભાવિક ભક્તો માટે ચા અને કોફીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચા કોફી માટે ઉમિયાનગરમાં પાંચ સ્ટોલ લગાડવામાં આવ્યા છે. ઉપરાંત ઉમિયા બાગ અને ગંજબજાર ટાવર પાસે પણ ચા-કોફીની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેમાં દરરોજ એક લાખ લિટર દુધમાંથી ૨૦ લાખથી વધુ ભક્તો માટે ચા અને કોફી બનાવવામાં આવશે. જેનું વિતરણ કરવા માટે ૭૦૦થી વધુ સ્વંયસેવકો કામે લાગશે.


ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞને લઇ અનેક રેકોર્ડ પણ થવાના છે., તે નોંધનીય બની રહેશે. લક્ષચંડી મહાયજ્ઞ ૮૦૦ વીઘા જમીન પર યોજાવવાનો છે ત્યારે આ મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર યજ્ઞશાળા છે. જે ૨૪ વીઘા જમીન પર તૈયાર કરવામાં આવી છે. આ યજ્ઞશાળામાં ૧૦૮ યજ્ઞકુંડ અને ૧૧૦૦ પાટલા ગોઠવવામાં આવ્યા છે. યજ્ઞશાળામાં એકસાથે ૩૫૦૦ વ્યક્તિ અને ૭૦૦ ભૂદેવ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞશાળામાં ૩૦૦૦થી વધુ વાસના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૦૦૦૦થી વધુ વાસ અને ૨૫ હજાર કિલો સુતરડીનો ઉપયોગ કરીને જમીનથી ૮૧ ફૂંટ ઊંચી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આમ માત્ર લાકડાના ઉપયોગ કરીને જ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞામાં આ વખતે અનેક રેકોર્ડ કિર્તીમાન થવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને એશિયા બુક તથા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વિવિધ કિર્તીમાન પ્રસ્થાપિત કરી ઉમિયા માતાજીના લક્ષચંડી ભવ્ય અવસરને તેમજ ઊંઝાના હજારો સ્વયંસેવકોની એકતા તથા શક્તિને દેશ, વિદેશમાં ઉજાગર કરવાનું બીડુ ઝડપ્યું છે. ઊંઝા આગામી લક્ષચંડી મહોત્સવના શુભારંભના પૂર્વ દિવસે એટલે કે તા.૧૭મી ડિસેમ્બરે મંગળવારે ૧૫૦૦૦ બિયારણ ભરેલા ફુગ્ગાઓને ઉમિયાનગર યજ્ઞાશાળા સ્થળેથી એક સાથે અવકાશ ઉડાન કરવા માટે વિશેષ આયોજન સાથે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત એશિયા બુકમાં તા. ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન ઘણા કાર્યક્રમો અથવા ઘટના એવી હશે કે જે રેકોર્ડમાં સ્થાન પામશે. જેમાં લક્ષચંડી મહાયજ્ઞની પ્રસાદીના ભાગરૂપે તૈયાર થનાર ઊંઝાના વિશ્વ વિખ્યાત ૨૦ થી ૩૦ લાખ લાડુની યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞની ભોજનશાળામાં બે લાખથી વધારે માઈભક્તો બપોરનું શાકાહારી ભોજન એક સાથે જમી શકે તેવું મોટાપાયે આયોજન સંપન્ન થયું છે. લાડુ બનાવવાની કામગીરીમાં આજદિન સુધીમાં ૧૩ લાખ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી બે દિવસ સોમ, મંગળ સુધીમાં બાકીના લાડુ ટાર્ગેટ પ્રમાણે બની જશે તેવી ગણતરી છે.

લાડુનો પ્રસાદ પૂર્ણ થાય તો મોહનથાળ બનાવવાની પણ તૈયારી હાથ ઉપર રાખવામાં આવી છે અને તે માટે તમામ માસામાન લાવી તૈયાર રાખવામાં આવ્યો છે. ઊંઝામાં આજે કેવલેશ્વર મંદિર ખાતે ૨૫૦૦૦ બહેનો તથા ૩૦૦૦ ભાઈઓએ લક્ષચંડી મહાયજ્ઞાના લોગોની મહેંદી મુકી અનોખો રેકોર્ડ કાયમ કર્યો છે. જેમાં રાજસ્થાનથી સ્પેશિયલ ઓર્ગેનિક નીલગીરીના મિશ્રણથી બનાવેલી મહેંદીના ૭૦૦૦ કોન લાવવામાં આવ્યા હતા. ૧૧૦૦ બહેનોને મહેંદી મુકી સેવા પુરી પાડી હતી. સમગ્ર જવાબદારી સાંસ્કૃતિક કમિટીએ પુરી પાડી હતી. આ સિવાય ૪૦૭ નામના હેલીકોપ્ટરમાં એક સાથે છ દર્શનાર્થી બેસે તેવી વ્યવસ્થા છે. જેમાં ઉમિયાનગરીથી ઉમિયબાગ અને ઉમિયાધામ(નીજ મંદિર) ઉપર પુષ્પવર્ષા કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.