કિંગ પર ભારે પડ્યો બાહુબલી શાહરુખ પણ જોતો રહી ગયો
મુંબઈ, બોલીવુડ માટે વર્ષ ૨૦૨૩ એક કાળી રાત બાદ નવી સવાર લઈને આવ્યું હતું. આ વર્ષની શરુઆત શાહરુખ ખાને પોતાની ફિલ્મ પઠાનથી કરી હતી. પઠાને પહેલા જ દિવસે ૫૫ કરોડની ઓપનિંગ કરી હતી. ત્યાર બાદ જવાન આવી તો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. આ ફિલ્મે પણ ૬૫ કરોડની ઓપનિંગ કરી અને બંને ફિલ્મોએ ૧૦૦૦-૧૦૦૦ કરોડ રૂપિયાની વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર કમાણી કરી નાખી હતી.
પણ શાહરુખ ખાનની આ વર્ષે રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ ડંકી લોકોને ખાસ પ્રભાવિત કરી શકી નથી. સાઉથ સિનેમા અને બોલીવુડની વચ્ચે બોક્સ ઓફિસની આ જંગમાં બોલીવુડનો ગુબ્બારો ફરી એક વાર ફુટતો દેખાઈ રહ્યો છે. શાહરુખ ખાનની સ્ટારડમનો જાદૂ ૨ ફિલ્મો બાદ ધીમો થતો દેખાઈ રહ્યો છે. તો વળી ૨૨ ડિસેમ્બરે રિલીઝ થયેલી પ્રભાસ સ્ટારર ફિલ્મ સાલારે બોલીવુડને ફરીથી હંફાવી દીધું છે. ડંકીએ પહેલા જ દિવસે ૩૦ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ત્યાર બાદ શુક્રવારે રિલીઝના બે દિવસમાં તેના ક્લેક્શનમાં ભારે ઘટાડો થયો હતો.
ડંકીએ બીજા દિવસે ૧૪ કરોડની કમાણ કરી. હવે બે દિવસમાં ડંકીનું કલેક્શન ૪૪ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે. તો વળી પ્રભાસની સાલારે પહેલા જ દિવસની કમાણીની વાત કરીએ તો, અનુમાનિત ૯૫ કરોડ હોવાનું કહેવાય છે. ડાયરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ સાલારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. સાલાર ડોમેસ્ટિક બોક્સ ઓકિસ પર પણ સારુ પ્રદર્શન કરી રહી છે.
તો વળી ફિલ્મની વર્લ્ડવાઈડ ઓપનિંગ ૧૫૦ કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનું કહેવાય છે. ફિલ્મને ખૂબ જ સારા રિવ્યૂ મળી રહ્યા છે. લોકોએ સિનેમાઘરોમાંથી નીકળીને ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા હતા. સાથે જ ફિલ્મ દમદાર એક્શન સાથે આવી છે. કેજીએફ જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ હચમચાવી નાખનારા પ્રશાંત નીલે ફરી એક વાર સાઉથનો દમદાર અંદાજ બતાવી દીધો છે.
તો વળી બોલીવુડના બાદશાહ અને સતત ૫ ફિલ્મો સુપહીટ આપનારા ડાયરેક્ટ રાજકુમાર હિરાનીએ આ વખતે લોકોની ટિકા વેઠવી હતી. ડંકી ફિલ્મને લઈને લોકોને જોઈએ તેવો સારો પ્રતિભાવ નથી. સાથે જ આ ફિલ્મનની બોક્સ ઓફિસ સફળતા પણ કહાનીને આકર્ષક બનાવી શકી નથી. હવે પ્રભાસની સાલારે ફરી એક વાર બોલીવુડ સામે સાઉથની ફિલ્મોનો દમ બતાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી ૧ અઠવાડીયામાં બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ કેવો દમ બતાવે છે અને કઈ ફિલ્મના દાંડિયા ડૂલ થવાના છે.SS1MS