Western Times News

Gujarati News

મોટા ભાગનું દેવું ભારતીય રૂપિયા હોઈ કોઈ સમસ્યા નથી : ભારત

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારત પર વધી રહેલા દેવાને લઈને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફએ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ દેવાને કારણે ભારતને લાંબાગાળાનું જાેખમ વધારે છે. દેશ પર કુલ દેવું ૨૦૫ લાખ કરોડથી વધુ થઇ ગયું છે. માર્ચ ૨૦૨૩માં દેશ પર કુલ દેવું ૨૦૦ લાખ કરોડ રૂપિયા હતું.

એટલે કે છેલ્લા ૬ માસમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું વધ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારત સરકાર આ ઝડપે ઉધાર લેવાનું ચાલુ રાખશે તો દેવું કુલ જીડીપીના ૧૦૦ ટકા સુધી પહોંચી શકે છે.

બીજી તરફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી પર અસમતી દર્શાવીને ભારત સરકારે જણાવ્યું હતું કે મોટા ભાગનું દેવું ભારતીય રૂપિયામાં છે જેને કારણે કોઈ સમસ્યા નથી સરકારે જણાવ્યું હતું કે અમે અપેક્ષાકૃત સારું પ્રદર્શન કર્યું છે અને અત્યારે પણ ૨૦૦૨ના દેવાના સ્તરથી નીચે છીએ.
ભારત સરકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ પર અમુક અસમતી દર્શાવતા ફેક્ટ પણ સામે રાખ્યા છે.

ભારત સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના લેટેસ્ટ આર્ટિકલ આઈવી કન્સલ્ટેશનમાં અમુક અનુમાન લગાવવામાં આવ્યા છે જે તથ્યાત્મક સ્વરૂપથી સાચા નથી. સામાન્ય સરકારી દેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની હિસ્સેદારી સામેલ હોય છે.

ભારતમાં સામાન્ય સરકારી દેવું મોટા પ્રમાણમાં ભારતીય ચલણ રૂપિયામાં જ લેવામાં આવે છે આ સંજાેગોમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય લેણદારોનું યોગદાન ઘણું જ લઘુત્તમ હોય છે તે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

આઈએમએફના રિપોર્ટને લઈને સરકારે જણાવ્યું હતું કે મુખ્ય રૂપથી સરકારી બોન્ડના રૂપમાં સ્થાનિક સ્તર પર લેવામાં આવેલ દેવું મોટેભાગે મધ્યમ અથવા ટૂંકા લાંબા ગાળાનું હોય છે જેમાં કેન્દ્ર સરકારના દેવાની સરેરાશ મેચ્યોરિટીનો સમય ૧૨ વર્ષ હોય છે જેને પગલે સ્થાનિક દેવા માટે રોલ ઓવર જાેખમ ઘણું જ ઓછું છે. તેમાં એક્સચેન્જ રેટમાં અસ્થિરતાનું જાેખમ પણ ઘણા જ ઓછા સ્તરે હોય છે.

સરકારે કહ્યું કે મોનેટરી ફંડ દ્વારા આપવામાં આવેલ વત્તા અને ઓછા સ્તરની વચ્ચે મોટી સંભાવના છે કે કોરોના રોગચાળા જેવી સ્થિતિમાં સરકારનું સામાન્ય દેવું જીડીપીના ૧૦૦ ટકા થઇ શકે છે. આ રિપોર્ટ નાણાકીય વર્ષ (એફવાય ૨૦૨૮) સુધી ફક્ત સૌથી ખરાબ સ્થિતિની વાત કરે છે જે સત્ય નથી.
અન્ય દેશો માટે પણ આઈએમએફની આવી રીપોર્ટ તેમના માટે ઘણી જ ખરાબ સ્થિતિ દર્શાવે છે.

અમેરિકા,બ્રિટન અને ચીન માટે મોનેટરી ફંડની રીપોર્ટમાં સૌથી ખરાબ સ્થિતિના આંકડા આપવામાં આવ્યા છે. રીપોર્ટ અનુસાર અમેરિકા માટે ‘સૌથી ખરાબ સ્થિતિ’ની ટકાવારી ૧૬૦, બ્રિટન માટે ૧૪૦ અને ચીન માટે ૨૦૦ ટકા છે. તે ભારતના ૧૦૦ ટકાની સરખામણીએ ઘણી જ વધારે છે.

સરકારે જણાવ્યું હતું કે આ સદીમાં ભારતને જે આંચકા લાગ્યા છે તે વૈશ્વિક પણ હતા. ઉદાહરણ તરીકે વૈશ્વિક આર્થિક સંકટ, ટેપર ટેટ્રમ, કોરોના રોગચાળો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવા આંચકાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને સમાન રૂપથી પ્રભાવિત કરી છે.

જાેકે અમુક દેશોમાં તેની કોઈ અસર જાેવા મળી નથી. આ માટે કોઈપણ પ્રતિકુળ વૈશ્વિક આંચકા અથવા ઘટનાથી પરસ્પર જાેડાયેલ વિશ્વની તમામ અર્થવ્યવસ્થા પર અપ્રત્યક્ષ પ્રભાવ પડવાની આશા છે. સરકારે કહ્યું કે આ સંજાેગોમાં ભારતે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે.

સામાન્ય સરકારી દેવું (રાજ્ય અને કેન્દ્ર બંને) નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં લગભગ ૮૮ ટકાથી ઘટીને ૨૦૨૨-૨૩માં આશરે ૮૧ ટકા થયું છે. કેન્દ્ર રાજકોષીય ખાધ ઘટાડવાના તેના જાહેર કરાયેલા લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગ પર છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના ૪.૫ ટકાથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

સરકારે તે પણ જણાવ્યું હતું કે રાજ્યોએ પણ વ્યક્તિગત રૂપથી પોતાના નાણાંકીય જવાબદારીને લગતા કાયદા બનાવ્યા છે. તેના પર રાજ્ય વિધાનમંડળ દેખરેખ રાખે છે. એટલે આશા રાખવામાં આવી રહી છે કે મધ્યમથી ટૂંકા સમયગાળા દરમિયાન સામાન્ય સરકારી દેવામાં ઘણો જ ઘટાડો જાેવા મળશે.

ભારત પર સપ્ટેમ્બર ૨૦૨૩માં કુલ દેવું ૨૦૫ લાખ કરોડ રૂપિયા છે. જેમાં ભારત સરકાર પર ૧૬૧ લાખ કરોડ રૂપિયા જ્યારે રાજ્ય સરકારો પર ૪૪ લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.