Western Times News

Gujarati News

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભઃ જાણીતા કલાકારો મનોરંજન કરાવશે

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નગરજનોના આનંદ-પ્રમોદ, સહેલગાહ અને મનોરંજનના ઉદ્દેશ સાથે વર્ષ 2008 માં શરૂ કરાવેલો કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સિટીના આ વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલમાં જાણીતા કલાકારો દ્વારા પીરસાતા સાંસ્કૃતિક મનોરંજનની સાથોસાથ આ ઉત્સવ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેમની પ્રતિભા વ્યક્ત કરવાનો મંચ પણ બન્યો છે.

‘વસુધૈવ કુટુમ્બકમ’ થીમ પર આયોજિત આ કાર્નિવલ નૃત્ય, સંગીત, કલા અને મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે. આ અવસરે મહાનુભાવો સહિત સૌ ઉપસ્થિતોએ સ્વચ્છતા અંગે સંકલ્પ લીધા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે ‘વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023’નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો કરી

લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીની ‘HIVની સાથે કેવી રીતે જીવીએ’ નામની પુસ્તિકાનું વિમોચન તથા AMCના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.