ગુજરાતના દરિયા કાંઠે ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કરવામા આવ્યા
પોરબંદર, અરબી સમુદ્રમાં ક્રૂડ ઓઈલ ભરેલા જહાજ પર હુમલો કરાયો હતો. ગુજરાત પાસે મધદરિયે જહાજ પર ડ્રોન હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. સોમનાથથી ૩૭૮ કિમી દૂર જહાજ પર હુમલો કરાયો હતો.
ત્યારે દેશના દુશ્મનોની તાકાત વધતા ઈન્ડિયન નેવી સતર્ક થયું છે. અરબ સાગરમાં ગુજરાતના દરિયા કાંઠે ૩ યુદ્ધ જહાજ તૈનાત કરી દેવાયા છે. આમ, ગુજરાતના દરિયા પાસે ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શનિવારે પોરબંદરથી લગભગ ૨૧૭ નોટિકલ માઇલના અંતરે ૨૧ ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા ક્રુડ ઓઈલથી ભરેલા જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે આ જહાજને સુરક્ષા પહોંચાડી હતી. અને તેને મુંબઈના દરિયા કિનારે પહોંચાડ્યુ હતું. ભારતીય તટ રક્ષક જહાજ આઈસીજીએસ વિક્રમે તેને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી.
સોમવારે આ જહાજ મુંબઈ પર પહોંચ્યા બાદ તેનુ નિરીક્ષણ કરવામા આવ્યુ હતું કે, ક્યાં ડ્રોન હુમલો કરાયો હતો અને તેના માટે કેટલા વિસ્ફોટોનો ઉપયોગ કરાયો હતો. હાલ ટેકનિકલ માહિતી એકઠી કરવામા આવી રહી છે. હુમલાનું ક્ષેત્ર અને જહાજ પર મળેલા કાટમાળ પરથી જણાય છે કે તે ડ્રોન હુમલો હતો.
અરબ સાગરમાં યુદ્ધ જહાજ આઈએનએસ મોર્મુગાઓ, આઈએનએસકોચિ અને આઈએનએસકોલકાતા તહેનાત કર્યા છે. તેમણે કહ્યું કે લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ પી૮આઈ પણ તહેનાત કરવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયા પાસે બનેલી આ ઘટના બાદ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને મદદ પૂરી પાડવા માટે અનેક જહાજાે તૈનાત કર્યા હતા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને રવિવારે જણાવ્યું હતું કે એમવી કેમ પ્લુટો “ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા”ની ઝપેટમાં આવ્યું હતું.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું હતું કે, ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાથી એમવી કેમ પ્લુટોને ફટકો પડ્યો હતો. ભારતીય તટ રક્ષક જહાજ આઈસીજીએસ વિક્રમે તેમને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી SS3SS