Western Times News

Gujarati News

ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ ચાર્જ રૂપિયા ૭ લાખ

ગાંધીનગર, ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ ૭ લાખ છે. રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર ૪૮ કલાકમાંજ ૧૦૭ લોકોએ મેમ્બરશીપ મેળવી લીધી છે. વિગતો મુજબ ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપ માં જ રૂ .૭.૪૯ કરોડની કમાણી કરી લીધી છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને ૨૩૦૦ સુધી પહોંચી ગઈ છે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી ગિફ્ટ સિટી (ગિફ્ટ સિટી)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો ર્નિણય થયેલ છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જાેગવાઇ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે.

પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.