તારી દીકરી અપશુકનિયાળ છે તેમ કહી વહુને ત્રાસ આપતાં સાસરિયા
દીકરી જન્મ્યા બાદ ઘરમાં થયેલા મૃત્યુને અપશુકનિયાળ માની સાસરિયાનો ત્રાસ
અમદાવાદ, દીકરીનો જન્મ થયો ત્યારથી તેને અપશુકનિયાળ માનીને સાસરિયાએ પરિણીતાને હેરાન-પરેશાન તેમજ દહેજની માંગણી કરીને ત્રાસ આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દીકરીનો જન્મ થયો ત્યારે તેમના ઘરમાં મરણ થયું હતું, જેથી તેને અપશુકનિયાળ માનતા હતા. સસરાને દહેજમાં લકઝુરિયસ કાર જોઈતી હતી ત્યારે પતિએ પરિણીતાની જાણ બહાર તેના દાગીના ગીરવે મૂકી દીધા હતા. સાસરિયાના અનેક ત્રાસથી પીડાતી પરિણીતાએ અંતે પોલીસ ફરિયાદ કરી છે.
ઉઆpસ્માનપુરા વિસ્તારમાં રહેતી પિંકી (નામ બદલેલ છે) એ પતિ સૌરભ, સસરા અશોકભાઈ, સાસુ રાજબાલા અને જેઠ ગૌરવ (તમામ રહે. ન્યૂ દિલ્હી) વિરુદ્ધ ઘરેલુ હિંસા અને દહેજની ફરિયાદ કરી છે. પિંકી છેલ્લાં દોઢ વર્ષથી તેના પિયરમાં દીકરી સાથે રહે છે.
પિંકીના લગ્ન વર્ષ ૨૦૧૭માં દિલ્હીમા ંરહેતા સૌરભ સાથે થયાં હતાં. લગ્નમાં પિંકીના પિતાએ તેને સોના-ચાંદીના દાગીના તેમજ હોન્ડા સિટી કાર આપી હતી. લગ્નના બીજા દિવસે પિંકીના સાસુ રાજબાલાએ ઘરકામ બાબતે મહેણાંટોણાં મારવાના ચુલ કરી દીધા હતા.
પિંકીના માતા-પિતા તેમજ સંબંધીઓએ આપેલી ભેટસોગાદો સિવાય પણ પતિ સૌરભ, સસરા અશોક અને સાસુ રાજબાલા દહેજની માંગણી કરતાં હતા. સસરા અશોકભાઈ દારુ પીને લકઝુરિયસ કાર માંગતા અને પિંકીને ગાળો બોલતાં હતાં. સાસુ રાજબાલા પણ અવારનવાર પિંકી સાથે બબાલ કરીને પિયરમાં જતાં રહેવાનું કહેતી હતી.
લગ્ન બાદ પતિ સૌરભ આખો દિવસ કામ કરતો અને પિંકીને સમય પણ આપતો નહીં. પિંકીને એક દીકરી છે, જેની ઉંમર હાલ પાંચ વર્ષ છે, જ્યારે પિંકીની દીકરીનો જન્મ થયો તે જ દિવસે સૌરભના નાનીનું મૃત્યુ ઙતું હતું, જેથી તેના સાસરિયાં પિંકીની દીકરીને અપશુકનિયાળ કહીને મહેણાં ટોણા મારતા હતા.
પિન્કીની દીકરીનો જન્મ સિઝેરિયનથી થયો હોવાના કારણે તે સૌરભના નાનીની મરણવિધિમાં જઈ શકી નહીં, જે મામલે સાસરિયાએ બબાલ કરી હતી. આ સિવાય પિંકીના માતા-પિતા પણ મરણવિધિમાં આવવું પડશે તેવું કહીને સાસરિયાએ ઝઘડો કર્યા ેહતો. ડિલિવરીના એકાદ મહિના પછી પિંકી પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી, જ્યારે બે મહિના સુધી રોકાઈ હતી. બે મહિના દરમિયાન પિંકીએ અવારનવાર સૌરભને ફોન કર્યાે, પરંતુ તેણએ લેવા માટે આવવાની આનાકાની કરી હતી.
પિંકીએ સમજાના આગેવાનોને વાત કરતાં અંતે સૌરભ તેને તેડવા માટે ઉસ્માનપુરા આવ્યો હતો. સાસરીમાં ગયા બાદ તમામ સભ્યોના વર્તનમાં ફેરફાર થઈ ગયો હતો. સાસરીના કોઈ પણ સભ્યો તેને તેમજ તેની દીકરીને સરખી રીતે રાખતા નહીં. પિંકીએ તિજોરી ખોલી તો તેના દાગીના ગુમ હતા, જેથી તેણે સૌરભને તે મામલે પૂછ્યું હતું.
સૌરભે તેને જવાબ આપ્યો હતો કે મારે પૈસાની જરુર હોવાથી મેં દાગીના ગીરવે મૂક્યા છે. સૌરભ ઘર છોડીને જતો રહ્યો હતો.
પરંતુ ત્રણ-ચાર દિવસ બાદ દિવાળી હોવાથી તે પરત આવી ગયો હતો. સાસુ રાજબાલાએ પિંકીને પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કર્યું હતું, જેથી તેણે ભાઈ પાસેથી ૧૭ હજાર અને બહેન પાસેથી ૨૫ હજાર રૂપિયા લાવીને સાસુને આપ્યા હતા, જે આજદિન સુધી પરત આપ્યા નથી. પિંકીના પિયરમાંથી કોઈ પણ વ્યક્તિ આવે તો સાસરિયાં તેનું અપમાન કરતાં હતા.સૌરભની નફટાઈ એટલી હદે હતી કે, તેણએ દાગીના ગીરવે મૂક્યા ત્યાં પિંકીના પિયરનો નંબર આપી દીધો હતો, જેથી જ્વેલર્સ તેમને ફોન કરીને દાગીના છોડાવી જવાનું કહેતા હતા.
સસરા દારુ પીવાની ટેવ ધરાવતા હોવાથી તે પિંકી સાથે દારૂ પીને બબાલ કરતો હતો. સાસરિયાના ત્રાસળથી કંટાળીને પિંકી પિયરમાં આવી ગઈ હતી, જ્યાં તેણે સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફિરયાદ કરી છે.