Western Times News

Gujarati News

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનિયર્સ એડવોકેટ બારમાં સમાનતાના આદર્શ સાથે ચૂંટાઈ આવેલા બાર એસોસિએશનના હોદ્દેદારો!

પ્રમુખ પદ ઉપર સી.ડી. રૂપેરા, ઉપપ્રમુખ પદ ઉપર શેખ મોહમ્મદ હનીફ હુસેન, સેક્રેટરી પદ ઉપર મહેન્દ્રસિંહ વાઘેલા, જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર પલકબેન બી. આચાર્ય, ખજાનચી પદ ઉપર ભાસ્કરભાઈ ભટ્ટ ચૂંટાયેલા જાહેર થયા છે!

કારોબારી પદ ઉપર અંજલીબેન ડોડીયા, દિનેશભાઈ દેસાઈ, મીનાબેન બ્રહ્મભટ્ટ, હેતલબેન દુલેરા, વિરલભાઈ પરમાર, સ્નેહલકુમાર પંચાલ, સત્યનારાયણ સાંખલા, દીપકભાઈ એકોલકર ચૂંટાયેલા જાહેર થયા છે

તસવીર અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનિયર એડવોકેટ બાર એસોસિએશનની છે જુનિયર એડવોકેટ બાર નો જન્મ મૂલ્ય માટે અને સિદ્ધાંતો માટેના ધર્મયુદ્ધમાંથી થયો હતો તેના સ્થાપક અને પ્રણેતા જાણીતા એડવોકેટ શ્રી સ્વ.પ્રવીણભાઈ બારોટ અને જાણીતા એડવોકેટ શ્રી ચંદ્રકાંતભાઈ રૂપેરા છે આજની મોંઘવારીમાં જુનિયસ વકીલો માટે સભ્ય બનવાનું પ્લેટફોર્મ પૂરું પાડનાર

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનમાં તમામ જ્ઞાતિ, જાતિ, ના વકીલોને સમાન પ્રતિનિધિત્વ પૂરું પાડવાના પ્રયાસના ભાગરૂપે ૨૨મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ચૂંટણીમાં નીચેના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતા તેમના નામનું લિસ્ટ જાહેર કરાયું છે. તેમાં તસવીરમાં ડાબી બાજુથી અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનિયર્સ એડવોકેટ બાર માં પ્રમુખ પદ ઉપર સી.ડી. રૂપેરા ઉપપ્રમુખ પદ ઉપર શેખ મોહમ્મદ હુસેન,

સેક્રેટરી પદ ઉપર શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, જોઈન્ટ સેકેટરી પદ ઉપર પલકબેન બી આચાર્ય ખજાનચી પદ ઉપર શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ તથા કારોબારી પદ ઉપર સર્વશ્રી અંજલિબેન એસ ડોડીયા, શ્રી દિનેશભાઈ આર દેસાઈ, મીનાબેન બી બ્રહ્મભટ્ટ, હેતલબેન એમ દુલેરા ,શ્રી વિરલભાઈ એચ પરમાર, શ્રી સ્નેહલકુમાર આર પંચાલ, શ્રી સત્યપાલ પી.સાંખલા, શ્રી દિપકભાઈ બી અકોલકર ચુટાયેલા જાહેર થાય છે તેમને ફોજદારી બાર ના પૂર્વ પ્રમુખ બી.એમ.ગુપ્તાએ શુભકામના પાઠવી છે.
(તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

સાયરસ નામના વિચારકે કહ્યું છે કે ‘નિષ્ઠાપૂર્વક કામ કરો નામ તમારી પાછળ દોડતું આવશે’! જ્યારે અમૃત ઘાયલ નામના સાયરે સરસ કહ્યું છે કે ‘ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા કબર ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા’! માનવીને જન્મતાની સાથે પરમેશ્વરે મૂળભૂત અધિકારો આપ્યા છે! લોકશાહીમાં તમામ માનવીઓ સમાન છે,

જો દુનિયામાં ધર્મ અને જાતિઓ ના હોત તો આજે વિશ્વમાં ભારતમાં નેતાઓ દ્વારા સત્તા પ્રાપ્ત કરવા ખેલાતો સત્તાનો જંગ પાખંડી રાજકારણીઓ નું રાજકારણ પણ ન હોત ખરું ને?આ સત્ય વકીલો એ સ્વીકાર્યું હશે માટે તો તેમની પાસે આવતા અસીલની જ્ઞાતિ કે ધર્મ નથી જોવાતો પણ ફક્ત માનવતા અને આર્થિક દ્રષ્ટિકોણ જોવાય છે! પરંતુ આ જ વકીલો ચૂંટણી લડે છે ત્યારે જ્ઞાતિ જાતિ કોમ જોતા થયા છે?! પરિણામે વકીલ મંડળોની ચૂંટણીમાં સમાન પ્રતિનિધિત્વ મળતું નથી! કમ સે કમ વકીલાત ના વ્યવસાય ધાર્મિકતા અને જાતિવાદ થી દૂર રખાય હોત તો મોટું માનવતાનું કાર્ય ગણાશે?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.