Western Times News

Gujarati News

કબૂતરબાજી સ્કેમઃ લક્ષ્મી ઓવરસીસ કન્સલ્ટન્સીમાં દરોડા

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં એ.ઈ.સી. ચાર રસ્તા નજીક લક્ષ્મી ઓવરસીસ કન્સલ્ટન્સીમાં દરોડા પાડીને વસ્ત્રાપુરમાં રહેતા દિનેશ બલદાણીયા નામના શખ્સની ધરપકડ કરી છે. ઓફીસમાંથી ડુપ્લીકેટ દસ્તાવેજો મળી આવ્યા હતા. યુએસએ, યુકે, કેનેડાની વર્ક પરમીટ અને પીઆર વીઝા અપાવવા માટે આરોપી કેન્ડીડેટના બોગસ સર્ટીફીકેટ બનાવતો હતો.

ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે કબૂતરબાજી કરનારા એજન્ટો પર સીઆઈડી ક્રાઈમ વિભાગ દરોડા પાડી રહયો છે. એઈસી ચાર રસ્તા નજીક લક્ષ્મી ઓવરસીસ કનસલ્ટન્સીમાં રર ડિસેમ્બરે દરોડા પાડીને ૪૭ વર્ષીય દિનેશ બલદાણીયાની ધરપકડ કરીને મોટી સંખ્યામાં ડુપ્લીકેટ દસ્તાવેજોનો જથ્થો કબજે કર્યો છે. ખોટા પ્રમોશન લેટર, ખોટા અનુભવના લેટરના આધારે કેન્ડિડેટને યેનકેન પ્રકારે વિઝા અપાવવાની કામગીરી કરવામાં આવતી હતી.

ધો.૧૦ થી ગ્રેજયુએશન તથા ડીપ્લોમાં અને ડીગ્રી સુધીના ડુપ્લીકેટ સર્ટીફીકેટ અને માર્કશીટ આરોપી દિનેશ બનાવી અપાતો હતો. ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવવામાં કોણ તેની સાથે મદદગારીમાં હતું, અન્ય કેટલા લોકો કબુતરબાજીમાં સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.