ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે
બે હજાર પરિવાર બારે માસ બનાવે છે પતંગ
નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર-ઘેર પતંગ બનવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે
આણંદ, ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજવસ્તુઓનું બજારોમાં આગમન થયું છે. આણંદનું છેવાડાનું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે. પતંગ ઉદ્યોગથી ૨ હજાર પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના ૨ હજાર પરિવારો ૧૨ મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે.
જો કે આ વર્ષ પતંગના રો મટીરીયલના ભાવમાં વધારો થવાથી આ વર્ષ ઉતરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનું છેવાડાનું શહેર ખંભાતનો પતંગ ઉદ્યોગ ૨ હજાર પરિવારની રોજીરોટીનો આધાર બન્યો છે. પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે.
ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના ૨ હજાર પરિવાર ૧૨ મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે. ખંભાત શહેરના મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડ વિસ્તારમાં પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસ્યો છે.
નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર-ઘેર પતંગ બનવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. ચુનારા સમાજની મહિલાઓ પણ આ પતંગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન આપે છે. ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. જોકે, આ વર્ષે પતંગના રો મટીરીયલના ભાવમાં વધારો થવાથી ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે.