Western Times News

Gujarati News

અમદાવાદમાં દારૂની મહેફિલમાં ૪ રાઉન્ડ ગોળીબાર

આઠ લોકો સામે ફરિયાદ

મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા, તે દરમિયાન બબાલ થતાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

અમદાવાદ, ગત રાત્રે શહેરના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દારૂની મહેફિલમાં ફાયરિંગ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ગોળીબાર થયો હતો. આ મામલે આઠ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી અને આરોપીઓ મિત્રો હતા.

આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગાત મોડી રાત્રે લગભગ એક વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સાઉથ બોપલમાં આવેલા સેલિબ્રેશન સેન્ટર પાસેનો આ બનાવ છે, જ્યાં ચાર રાઉન્ડ ગોળીબાર થયો હતો.

મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા, તે દરમિયાન બબાલ થતાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોય તેવું સામે આવ્યું નથી. જ્યારે ફરિયાદી અને આરોપીઓ મિત્રો હતા અને તમામ લોકો જમીન લે-વેચનું કામ કરે છે.

આ સમગ્ર મામલે આઠ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને કયા કારણોસર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને કોણે ગોળીબાર કર્યો હતો, તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.