Western Times News

Gujarati News

કોરોનાના નવા વેરિયન્ટ જેએન-૧ના કેસની સંખ્યા ૧૦૯ થઈ

નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને તેના નવા સબ વેરિઅન્ટ જેએન.૧નો ખતરો સતત વધી રહ્યો છે. જેએન.૧નું સંક્રમણ દેશના સાત રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે નવા વરિયન્ટના કેસની સંખ્યા ૧૦૯ થઈ ગઈ છે જેમાં સૌથી વધુ ગુજરાતમાં નોંધાયા છે.

દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ જેએન.૧ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ગઈકાલે સબ વેરિયન્ટના વધુ ચાલીસ કેસો નોંધાતા હતા, આ સાથે જ સમગ્ર દેશમાં નવા વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને ૧૦૯ થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાંથી ૩૬, કર્ણાટકમાંથી ૩૪, ગોવામાંથી ૧૪, મહારાષ્ટ્રમાંથી ૯, કેરળમાંથી ૬, રાજસ્થાન અને તમિલનાડુમાંથી ૪ અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા હતા.

મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪,૦૯૩ થઈ ગઈ છે, ઉપરાંત આ રોગથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪.૪ કરોડ થઈ ગઈ છે અને દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર ૯૮.૮૧ ટકા છે જ્યારે મૃત્યુ દર ૧.૧૯ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.