સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો
રાજકોટ, રાજકોટમાં દીપડાથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનાં વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે. તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જાેગિંક કરવા નીકળતા હોઈ જાેગિંગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે.
તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારૂ હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ યુનિવર્સિટીનાં અલગ અલગ રસ્તા પર બેરીકેડ પણ મૂકવામાં આવ્યા છે. દીપડો પકડાય નહી ત્યાં સુધી પ્રતિબંધ લાગુ રહેશે. તેમ જાણવા મળી રહ્યું છે.
દીપડાને લઈ રાજકોટવાસીઓને વન વિભાગનાં અધિકારી એસ.ટી.કોટડિયાએ જણાવ્યું હતું કે, મુંજકા, કણકોટ, વગુડળ અને કૃષ્ણનગર વિસ્તારમાં દિપડો જાેવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરૂ મુકવામાં આવ્યું છે.
દિપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવર જવર વધુ હોય છે. જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળે છે. દિપડાની ફૂટ પ્રિન્ટ પરથી અંદાજીત ઉંમર ૩ થી ૪ વર્ષનો હોઈ શકે છે. હજુ માનવ પર હુમલાની ઘટનાં સામે આવી નથી. દીપડાને પાંજરામાં મૂકી પકડવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જાે કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જાેવા મળી ન હતી. જાે કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
મહત્વનું છે કે રાજકોટ યુનિવર્સિટીનું કેમ્પસ ૪૦૦ એકરમાં ફેલાયેલું છે. તેમજ કેમ્પસનો મોટા ભાગનો વિસ્તાર જંગલ હોઈ વન વિભાગ દ્વારા દીપડો પકડાય નહી ત્યાં સુધી યુનિવર્સિટી કેમ્પમાં વહેલી સવારે પ્રતિબંધ ફરમાવ્યો છે. SS3SS