Western Times News

Gujarati News

અમદાવાદના “ફ્લાવર શો”ની એન્ટ્રી ટિકિટ ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાશે

સોમથી શુક્ર ૧૨ વર્ષથી ઉપરના માટે રૂ.૫૦ અને શનિ રવિ માટે રૂ.૭૫ પ્રવેશ ફી રાખવામાં આવશે-• AMCના તમામ સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે

ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારના ૧૫ લાખથી વધુ ફૂલ-છોડ શહેરીજનોને આકર્ષિત કરશે-૧૫ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં અનેક આકર્ષણો ઉમેરાયાં

સાબરમતી રિવરફ્રન્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો શનિવારે શુભારંભ કરાવ્યો હતો. ઓનલાઈન ટિકીટ નીચેની લિંક પર ક્લિક કરવાથી મળી શકશે

https://ahmedabadcity.gov.in/StaticPage/Event

અમદાવાદ, અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ૩૦ ડિસેમ્બરે ફ્લાવર શોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શુભારંભ કરાવ્યો હતો. AMCના હોદ્દેદારો અને અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

દેશ વિદેશના ૧૫૦ થી વધુ પ્રજાતિઓના ૭ લાખથી વધારે રોપાઓની મજા મુલાકાતીઓ માણી શકશે. શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોને ખુલ્લો મુકાયું હતું. રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં મીલેટ્‌સ વર્ષ, આર્ત્મનિભર ભારત, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર ફૂલોથી સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવ્યા છે.

આયોજન પર એક નજર

• ૧૦ માં ફલાવર શોનો ૩૦ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

• આર્ત્મનિભર ભારત, મીલેટ્‌સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર તૈયાર કરાયા ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર
• મીલેટ્‌સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્‌સ આઈટમ રાખવામાં આવશે

• ૧૫૦ થી વધુ પ્રજાતિના ૭ લાખથી વધુ રોપાઓની મજા મુલાકાતીઓ માણી શકશે
• પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા , બીગુનિયા , એસ્ટર , મેરીગોલ્ડ , કેક્ટસ , ઓર્ચિડ , લીલી , ગુલાબ સહિતની પ્રજાતિઓ ના છોડ રોપા જાેવા મળશે

• નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન, સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર રહેશે મુખ્ય આકર્ષણ
• સોમથી શુક્ર ૧૨ વર્ષથી ઉપરના માટે રૂ.૫૦ અને શનિ રવિ માટે રૂ.૭૫ પ્રવેશ ફી રાખવામાં આવશે
• એએમસીના તમામ સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે

• ફલાવર શો અંગેના QR કોડ થકી પણ ટિકિટ બુક કરાવી શકાશે
• શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, એએમટીએસની સેવા પણ આપવામાં આવશે

• મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી
• ૩૦ ડિસેમ્બર થી ૧૫ જાન્યુઆરી મળી કુલ ૧૭ દિવસ ચાલશે ફલાવર શો

• સવારે ૯ થી રાતના ૧૦ સુધી લઇ શકાશે મુલાકાત
• એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શો માં આ ફલાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે

• ૧૭ દિવસ દરમ્યાન મળી ૧૦ લાખથી વધુ લોકો મુલાકાત લે એવી સંભાવના
• ફલાવર શો માં વિશ્વની સૌથી લાંબુ ફલાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું
• ૪૦૦ મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવી રેકોર્ડ સર્જવાનું આયોજન
• ખાણીપીણી સહીત નર્સરીની વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરાયા SS3SS

ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારના ૧૫ લાખથી વધુ ફૂલ-છોડ શહેરીજનોને આકર્ષિત કરશે-૧૫ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં અનેક આકર્ષણો ઉમેરાયાં

ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શૉનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪’ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.

આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો ૨૦૨૪’ માં આ વખતે વિવિધ પ્રકારના ૧૫ લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે.

વધુમાં આ ફ્લાવર શૉમાં ૭ લાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.