Western Times News

Gujarati News

હાઈવે પર હાટ બજારમાં પશુઓ વેચવા આવનારાઓને અન્ય સ્થળે ખસેડાયા

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં દર શનિવારે પશુહાટ ભરાય છે. જેમા હાલોલ- શામળાજી હાઈવે માર્ગને અડીને અને માર્કેટીંગ યાર્ડની બહાર પશુઓ લઈને શહેરા તાલુકા તેમજ આસપાસના તાલુકાના પશુપાલકો પોતાના પશુઓ લઈને વેચવા આવે છે. રોડને અડીને પશુઓ લઈને વેચતા હોવાથી અહી અકસ્માતની પણ ભીતી સેવાતી હતી.

ત્યારે શનીવારે પોલીસ દ્વારા વહેલી સવારે રોડ પર ઉભા પશુઓ વેચવા ઉભા રહેતા પશુપાલકોને ખસી જવાની સુચના આપી હતી. વહેલી સવારે પશુઓ લઈને વેચવા આવેલા પશુપાલકો નાડારોડ તરફ પશુઓને લઈને જતા રહ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં દર શનિવારે ભરાતી પશુહાટ જાણીતી છે.આ પશુહાટમાં તાલુકા તેમજ આસપાસના તાલુકાના લોકો બકરાઓ,મરઘાઓ સહિતના કમાણી કરી આપતા પશુઓનુ ખરીદ વેચાણ કરતા હોય છે.શહેરા અણિયાદ ચોકડીથી આગળ હાલોલ-શામળાજી હાઈવે માર્ગને અડીને પશુઓ લઈને જમાવડો જોવા મળતો હતો.

કેટલાક પશુપાલકો પોતાના પશુઓની સાથે સાથે વાહનો લઈને પણ આવતા હતા અને પાર્કિગ કરતા હતા. પશુઓને તેમજ મરઘા લઈને ઉભા રહેતા હતા.રોડને લગભગ નજીક અડીને ઉભા રહેવાથી અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો હતો,ખાસ કરીને મોટાવાહન ચાલકોએ પણ પોતાનુ વાહન ધીમુ કરવાની ફરજ પડતી હતી.અને ટ્રાફિકજામની પણ પરિસ્થીતીનુ નિર્માણ થતુ હતુ.

પોલીસ દ્રારા શનિવારે સવારે આ પશુપાલકોને હટી જવાની માઈક પર સુચના આપવામા આવી હતી.જેને લઈ બકરા મરઘા વેચવા આવેલા પશુપાલકોમાં દોડઘામ મચી જવા પામી હતી. પશુપાલકો નાડા રોડ તરફ જતા રહ્યા હતા. હાલોલ- શામળાજી હાઈવે માર્ગ પર જે શનિવારે ટ્રાફિક સમસ્યા થતી હતી તેને ખુલ્લી કરવામા આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.