Western Times News

Gujarati News

ભારત ટી૨૦ વર્લ્ડ કપ, ૧૫ ટેસ્ટ, ૧૮ ટી૨૦ અને ૩ વન-ડે રમશે

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૨૪માં ઇંગ્લેન્ડ ઉપરાંત બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે પણ રમશે. જાે કે અત્યાર સુધી બીસીસીઆઈએ આખું શેડ્યુલ જારી કર્યું નથી. પરંતુ જૂન મહિના સુધી ભારત કઈ ટીમ સામે ક્રિકેટ રમશે તે નક્કી થઇ ચુક્યું છે.

હાલ ભારતીય ટીમને ૩ જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામે ૨ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રમવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પોતાની ધરતી પર ૫ ટેસ્ટ મેચની સીરિઝ રમશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત ૨૫ જાન્યુઆરીથી થશે. આ સીરિઝની અંતિમ મેચ ૧૧ માર્ચના રોજ રમશે.

આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ્‌સ ટેબલની દૃષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. આ સીરિઝ પછી આઈપીએલનું આયોજન કરવામાં આવશે. આઈપીએલબાદ ટી૨૦ વર્લ્ડ કપ૨૦૨૪ રમાશે. આ મેગા ઇવેન્ટનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં કરવામાં આવશે. વર્લ્ડ કપ સિવાય ભારતે આ વર્ષે ઓછામાં ઓછી ૧૨ ટેસ્ટ, ૩ વનડે અને ૯ ટી૨૦ મેચ રમવાની છે.

ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ૨૦૨૪ પછી ઇંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે સીરિઝ રમશે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ૩ જાન્યુઆરીના રોજ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ૩ મેચની ્‌૨૦ૈં સીરિઝ રમશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.