Western Times News

Gujarati News

૧૦૮માં હાર્ટ એટેકના ૧૮૯૭ દર્દીને મળી સારવાર

અમરેલી, અમરેલી જિલ્લામાં ૧૦૮ને વર્ષ દરમિયાન હાર્ટ એટેકના ૧૮૯૭, શ્વાસ લેવામાં સમસ્યાના ૧૬૩૦ કેસ મળ્યા હતા. જેમાં ખાસ કરીને જાન્યુઆરી થી નવેમ્બરમાં સુધીમાં ૪૦૮ જેટલી પ્રસૂતિ ૧૦૮ના સ્ટાફ દ્વારા કરાવવામાં આવી હતી. જે ખરેખર સરાહનિય કામગીરી છે. અમરેલી જિલ્લામાં વર્ષ દરમિયાન ૩૬,૩૭૩ કેસ આવ્યા હતાં, જેમાં સૌથી વધુ પ્રસૂતિના ૧૭,૭૬૦ કેસ ઈમરજન્સી વાહનોમાં નોંધાયાં હતા. પ્રસૂતા માટે ૧૦૮ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

તહેવારોના સમયગાળા દરમિયાન અકસ્માતો,દાઝી જવાના અને પટકાવાના કેસોમાં પણ વધારો નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીના ૨૩ વાહનો કાર્યરત છે.

કોલ મળ્યાના માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં પહોંચી જઈ અનેક દર્દીઓને સારવાર માટે ખસેડે છે.ઈમરજન્સીમાં અનેક દર્દીઓને સમયસર સારવાર મળતાં જીવ બચી જાય છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ બીમારીઓમાં વધારો થવા ઉપરાંત અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરિણામે આ વર્ષે અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીને સેવાને કુલ ૩૬,૩૭૩ કેસ મળ્યા છે.

જેમાં સૌથી વધુ પ્રસૂતિને લગતા ૧૭,૭૬૦ કેશ મળ્યા છે. જ્યારે આ વર્ષે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા હોય જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૧૮૯૭ કેસ મળ્યા છે. અમરેલી જિલ્લામાં એક બેક અપ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે છે. જિલ્લામાં વર્ષ દરમિયાન અકસ્માતો, પસૂતિ, હૃદય અને શ્વાસ સબંધિત કેસો સહિતના ઈમરજન્સી કેસોમાં ૧૦૮ ઝડપથી દોડી પહોંચી દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે.

યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવાના અને અચાનક ઢળી પડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ દરમિયાન હૃદય સબંધિત ૧૮૯૭ કેસ ૧૦૮ને મળ્યા છે. શ્વાસની સમસ્યાઓ ઉભી થઈ હોવાના પણ જિલ્લામાં ૧૬૩૦ જેટલા કેસ નોંધાયા હતાં. વાહનોથી અકસ્માતોના ૨૯૦૨ કેસ મળ્યા છે જે પ્રતિદિન સરેરાશ સાત થી આઠ જેટલા થાય છે.

ગુજરાત રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં પણ હાર્ટ એટેક આવવાના અનેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન પણ સરકારે જિલ્લા અનેક સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.