૨૦૨૪માં પૃથ્વી પર દુષ્કાળ અને પૂર વધવાની સંભાવના
વોશિંગ્ટન, ૨૦૨૩ વીતી ગયું અને ૨૦૨૪ વિશ્વભરમાં ઉજવણી સાથે આવી ગયું. જ્યાં એક તરફ ગત વર્ષ કેટલાક દેશો માટે યુદ્ધનું વર્ષ હતું તો કેટલાક દેશો નવી સિદ્ધિઓની ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. હવે આ વર્ષ ૨૦૨૪ને લઈને વિવિધ આગાહીઓ થશે. એવામાં ૧૬મી સદીના ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ ૨૦૨૪ માટે શું કહ્યું છે તે જાણીએ.
નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ ૨૦૨૪માં દુનિયાને નવો પોપ મળશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ વિશ્વને વિદાય આપી શકે છે. તેણે આગાહી કરી હતી કે રાજા ચાર્લ્સનું સ્થાન કોઈ એવી વ્યક્તિ લેશે જેની પાસે રાજા બનવાની કોઈ સત્તા જ નથી.
હવે આ સાથે આગાહીઓ શરૂ થઈ ગઈ છે કે પ્રિન્સ હેરી રાજગાદી સંભાળી શકે છે. જાે કે, નવા રાજા પ્રિન્સ હેરી હશે કે અન્ય કોઈ હશે તે અંગે હાલ કોઈ જાણકારી નથી. નાસ્ત્રેદમસે મહારાણી એલીઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી.
નાસ્ત્રેદમસે પણ સમુદ્રમાં યુદ્ધની આગાહી કરી હતી. તેમના મતે ચીન હિંદ મહાસાગરમાં તબાહી મચાવશે, જેના કારણે યુદ્ધ શરૂ થશે. જાે કે સુરક્ષા નિષ્ણાતોને ટાંકીને કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનને હારનો સામનો કરવો પડી શકે છે.
આ સિવાય તેમણે ૨૦૨૪માં પૃથ્વી પર દુષ્કાળ અને પૂર વધવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. નાસ્ત્રેદમસે ક્લાઈમેટ ચેન્જ વિશે આગાહી કરી કે પૃથ્વી વધુ ગરમ થશે, ચારેબાજુ પાણી હશે. તેમના મતે, પૃથ્વી વધુ સૂકી થઈ જશે અને વિનાશક પૂર આવશે.
આગામી વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં નાસ્ત્રેદમસના મતે આ વર્ષે અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે. ચૂંટણીમાં અસ્થિરતા આવી શકે છે. અમેરિકાને લઈને નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી ભયાનક માનવામાં આવે છે. SS2SS